
ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કર્યો છે. એ જોતાં વાહનચાલકોએ ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે.
હેલ્મેટનો નવો નિયમ તારીખ 01-06-2021થી લાગુ થશે
રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021 અમલી બનશે. આ માટે વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરના પોલીસ કમિશનરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના .0. એસઓ 4252 તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવી છે, જે મુજબ આ હુકમથી ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય.