આણંદ

જમીન સંપાદન કૌભાંડમાં ડેપ્યુટી બ્રાંચ મેનેજર રિમાન્ડ પર

આણંદ, તા. ૧૬
ખેડાના જમીન સંપાદન વિભાગના કલાર્ક અને બે નિવૃત્ત મામલતદાર દ્વારા ખેડૂતને વળતર ચુકવવાના બદલામાં રૂા. ત્રણ લાખની લાંચ માંગી હતી. આ કેસમાં ત્રણેયની ધરપકડ બાદ વધુ તપાસમાં ખેડાની આઈસીઆઈસીઆઈ બેન્કના ડેપ્યુટી મેનેજરની સંડોવણી ખુલતાં એસીબીએ તેની ધરપકડ કરી ૧૭મી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. આ અંગે તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ટુંડેલના ખેડૂતની જમીન બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સંપાદન થતાં વળતર પેટે રૂ.૧૭ લાખ ચુકવવા જમીન સંપાદન વિભાગના કલાર્ક પિન્કેશ ભગુભાઈ પરમાર (રહે.નાર)એ રૂ.૩ લાખની લાંચ માંગી હતી. આ મામલે એસીબીએ પીન્કેશ ઉપરાંત બે નિવૃત્ત મામલતદાર મુકેશ મનુભાઈ સોની અને ભીખાભાઈ વાઢેરની અટકાયત કરી હતી. જેમની પૂછપરછ પૂર્ણ થતાં જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.આગળની કાર્યવાહીમાં ખેડા સ્થિતિ આઈસીઆઈસી બેન્કના ડેપ્યુટી મેનેજર પ્રિતેશકુમાર નરેશભાઈ પટેલ (રહે. નડિયાદ)એ વળતરનો આરટીજીએસ અટકાવી રાખ્યું હતું.
આથી તેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે ૧૭મી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. પ્રાથમિક પુછપરછમાં કલાર્ક પિન્કેશે પોતાના ખાનગી ઇમેઇલ એડ્રેસ પરથી ટુંડેલના ખેડૂતનું આરટીજીએસ પહોંચ મેઇલ કરી હતી. જે ખરેખર જે તે અધિકારીના સત્તાવાર મેઇલ એડ્રેસ પરથી કરવાનો હોય
છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button