આણંદ

અહીમા ગામની મહિલાની ૧૦૮ ની ટીમે સ્થળ પર પ્રસુતિ કરાવી

આણંદ, તા. ૧૭ ઉમરેઠ તાલુકાના અહીમા ગામની મહિલાને પ્રસવ પીડા ઉપડતા આ અંગે તાત્કાલિક ૧૦૮ ની એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ ની એમ્બ્યુલન્સ ટીમ સાથે અહીમા ગામે પહોંચી ગઈ હતી. અને તપાસ કરતા મહિલાની સ્થિતિ ગંભીર હોય અને સ્થળ પર જ પ્રસુતિ કરાવી પડે તેવી સ્થિતિ હોય તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પ્રસુતિ કરાવી બાળકનો જીવ બચાવી લીધો હતો. મળતી વિગતો અનુસાર અહીમા ગામની મહિલાને પ્રસવ પીડા ઉપડતા ૧૦૮ ની એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સના પાઈલોટ સુરેશભાઈ રાવલ અને ઈએમટી દીપક રાઠોડ તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈને અહીમા ગામે પહોંચી ગયા હતા અને તપાસ કરતા પ્રસુતાની સ્થિતિ ગંભીર હતી. અને ઘટનાસ્થળે જ પ્રસુતિ કરાવી પડે તેવી સ્થિતિ હોય સમયની ગંભીરતાને પારખીને ઈએમટી દીપક રાઠોડ અને પાયલોટ સુરેશ રાવલે તાત્કાલિક પુર્વ તૈયારી કરી સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરાવી હતી. દરમિયાન જન્મ થયેલ બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોય બાળકના ગળામાં ગર્ભનાળ સરકાવી બહાર કાઢી હતી. અને બાળક જન્મ બાદ રડતું ન હોય તેણે સ્થળ પર જ રીસસીટેશન આપીને બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ વધુ સારવાર અર્થે માતા અને બાળક બંનેને ઓડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૧૦૮ ના પાઈલોટ અને ઈએમટીની સમયસુચકતાથી બાળક અને માતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button