આણંદ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર જ નાના અને ગરીબ વ્યક્તિઓના લાભાર્થે આવા ર્નિણયો લઇ શકે
નડિયાદ, તા. ૧૮ સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ, ફૂલ અને શાકભાજીના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી વિતરણની યોજના અમલમાં મૂકવામાં આવી છે તેના અનુસંધાને આજે નડિયાદ શાક માર્કેટમાં છુટક શાકભાજીનો વ્યવસાય કરતા વૈશાલીબેન તડવીએ જણાવ્યું હતું કે, હું અને મારા પતિ સાથે મળીને લીંબુનો ધંઘો કરીએ છીએ. આ વ્યવસાયમાં ઠંડીની ઋતુમાં તો બહુ ખાસ વાંધો આવતો નથી પરંતુ ઉનાળો અને ચોમાસુના ઋતુમાં ખુબ મોટી મૂશ્કે્લ પડતી હતી. આ બંને ઋતુમાં ખૂબજ ગરમી અને વરસાદથી હેરાન થતા હતા. પરંતુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર જ અમારા જેવા નાના અને ગરીબ વ્યક્તિઓના લાભાર્થે આવા ર્નિણય લઇ શકે તેઓએ અમારા જેવા નાના વ્યવસાયકારોની ચિંતા કરીને અમોને આ ઋતુમાં રક્ષણ મળે અમારો વ્યવસાય તબિયત બગાડ્યા વગર કરી શકીએ અને વેચાણ માટે લાવેલ માલનો બગાડ થતો અટકે તેવો ખુબજ ઉપયોગી ર્નિણય લઇ અમોને છત્રી નિશુઃલ્ક આપેલ છે તે માટે હું અને મારા જેવા નાના લાભાર્થીઓ આ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીસાહેબ, અમારા ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ સાહેબ અને સરકારનો ખુબ ખુબ આભાર વ્યકત કરીએ છીએ.

Advertisement