આણંદ

જનહિત જનહિત ચેરીટેબલ ખંભાતના દ્વારા નિરામયા હેલ્થ પોલિસી કાર્ડ વિતરણ

આણંદ, તા. ૨૧
જનહિત ચેરીટેબલ ખંભાતના સૌજન્યથી સમાજ સુરક્ષા કચેરી, આણંદના ઉપક્રમે સમાજ સુરક્ષા અધિકારીના સાનિધ્યમાં દિવ્યાંગજનો માટે નિરામયા હેલ્થ પોલિસી કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કોરોનાની ગાઈડ લાઈન મુજબ સીમિત સંખ્યામાં લાભાર્થીઓને જ આમંત્રિત કરાયા હતા. જેઓને સમાજ સુરક્ષા અધિકારીએ આ યોજનાની માહિતી આપી અને તેઓના હસ્તે કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યોતથા તેઓએ જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ, ખંભાત તરફથી દિવ્યાંગજનો માટે કરવામાં આવતા સેવાલક્ષી કાર્યોની પણ સરાહના કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ રાઠોડે સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી નિલેશભાઈ પરમાર, સભ્ય રાજુભાઇ, સ્પે.શિક્ષક કુ.જેકવિના તથા સ્ટાફગણ શિવાનીબેન અને ચંપાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button