BreakingCoronaઆણંદગુજરાત

આણંદમાં અપરા હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થતા ભારે હોબાળો

હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દર્દીની ઓક્સીજન નળી નીકળી જતા ઓક્સીજન ઘટી જવાથી મોત દર્દીએ બેલ મારવા છતા સ્ટાફે દરકાર નહી લેતા દર્દીએ ઘરે ફોન કરી જાણ કરી. સગાસબંધીઓએ પણ હોસ્પિટલમાં ફોન કરવા છતાં ફોન રીસીવ નહી કરી સ્ટાફે બેદરકારી દાખવી

આણંદ, તા. ૨૬
આણંદ શહેરની અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ નીકળી જતા દર્દીએ બેલ મારવા છતાં સ્ટાફે દર્દીને જાેવાની બેદરકારી દાખવતા ઓક્સિજનનું લેવલ ઘટી જતા દર્દીનું આજે સવારે મોત નીપજ્યું હતું. જેને લઈને હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે દર્દીના સગાઓએ ભારે હોબાળો મચાવી બેદરકારી દાખવનાર સ્ટાફ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી. આ અંગે હોસ્પિટલના તબીબે બેદરકારી દાખવનાર સ્ટાફ પગલા ભરવાની હૈયાધારણ આપી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં શુભલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલી અપરા હોસ્પિટલમાં આજથી ૧૪ દિવસ પુર્વે બોરીઆવી ગામના કોરોના પોઝીટીવ દર્દી ભુપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં આઈસીયુમાં સારવાર આપ્યા બાદ તેઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓને ઓક્સીજનનું લેવલ ઘટતું હોય તેમજ ઓક્સીજન મેન્ટેન ન થતા તેઓને ઓક્સીજન પર રાખવામાં આવ્યા હતા. અને તેઓની સ્થિતિ સુધારા પર હતી. પરંતુ આજે સવારે તેઓના ઓક્સીજનની પાઈપ કોઈ રીતે નીકળી જતા દર્દી ભુપેન્દ્રભાઈએ બેલ મારીને હોસ્પિટલ નર્સીંગ સ્ટાફને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કોઈ સ્ટાફ નહી આવતા ભુપેન્દ્રભાઈની સ્થિતિ વધુ બગડતી હોય તેઓએ આ અંગે પોતાના ઘરે ફોન કરી પોતાની ઓક્સીજનની પાઈપ નીકળી ગઈ હોય તેઓને તકલીફ પડતી હોવાનું જણાવી આ અંગે હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક જણાવવા કહ્યું હતું. જેથી તેમના સબંધી પીનલબેન નીલેશભાઈ પટેલ અને કીરણભાઈ મગનભાઈ પટેલે હોસ્પિટલના રીસેપ્શન સહિત જુદા જુદા નંબરો પર ફોન કરવા છતાં કોઈએ ફોન રીસીવ કર્યા ન હતા. અને તે દરમિયાન ઓક્સીજનનું લેવલ ઘટી જવાના કારણે ભુપેન્દ્રભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેઓના સબંધીએ હોસ્પિટલમાં કાર્યરત અન્ય સબંધીને ફોન કરીને જણાવ્યા બાદ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર અને નર્સ ભુપેન્દ્રભાઈની તપાસ કરવા જતા તેઓનું મોત નીપજ્યું હોવાનું જણાયું હતું.
આ ઘટનાની જાણ ભુપેન્દ્રભાઈના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે ભુપેન્દ્રભાઈના કાકાસસરા કીરણભાઈ મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે ભુપેન્દ્રભાઈનું મોત નીપજ્યું છે. કોવીડ હોસ્પિટલ હોવા છતાં આવી ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલના સ્ટાફે દર્દીએ બેલ મારવા છતાં તેને

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button