આણંદ

બામણવા ચોકડી પાસેથી વિદેશી દારૂની ૪૪ બોટલો સાથે બે ઝડપાયા

આણંદ, તા. ૨૮
ખંભાત તાલુકાના બામણવા ગામની ચોકડી પાસેથી ખંભાત ગ્રામ્ય પોલીસે વિદેશી દારુની ૪૪ બોટલો સાથે મોટરસાયકલ ચાલક સહિત બે જણાને ઝડપી પાડી આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી વિદેશી દારુની બોટલો અને મોટરસાયકલ સાથે ૩૩૯૦૦ રુપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો અનુસાર ખંભાત ગ્રામ્ય પોલીસે મળેલી બાતમીના આધારે બામણવા ચોકડી પાસે વોચ ગોઠવી વીરસદ બાજુથી મોટરસાયકલ લઈને આવતા હિતેશભાઈ પ્રવિણભાઈ ચૌહાણ રહે. કિસાનપુરા બામણવાને અટકાવી તેની પાસેના થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની ૪૫૦ મીલીની ૪૪ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ૧૫૪૦૦ રુપિયાની કિંમતની દારુની બોટલો અને મોટરસાયકલો સાથે ૩૩૯૦૦ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ દારુનો જથ્થો તે પોતાના મિત્ર અરવિંદભાઈ બબુભાઈ તળપદા સાથે મળીને ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે નજીકમાં ઉભેલા અરવિંદભાઈ બબુભાઈ તળપદાને બંને જણા વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button