કોરોનાટૉપ ન્યૂઝનવી દિલ્હી

કોરોનાના નવા સ્ટ્રેનની વચ્ચે સરકારના આ નિર્ણયથી શું 8 તારીખથી ફરી ભારતની ચિંતા વધશે?

કોરોનાના નવા સ્ટ્રેઇનને લઈને બ્રિટન અને ભારત વચ્ચે 23 મી ડિસેમ્બરથી ફ્લાઇટ સેવા બંધ કરી દેવામાં આવી હતી જે 31 ડિસેમ્બર 2020 સુધી માન્ય હતી, જેના પછી તે સમયગાળો લંબાવીને 7 જાન્યુઆરી સુધી લંબાયો હતો. જો કે હવે આ પ્રતિબંધ હટાવી લેવાનો સરકારે નિર્ણય કર્યો છે અને માહિતી પ્રમાણે 8 મી જાન્યુઆરીથી સેવા ફરીથી શરૂ થઈ જશે.

Advertisement

બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન શોધાતા સમગ્ર વિશ્વના દેશો ચિંતિત અને સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક અસર રૂપે યુરોપ, અમેરિકા સહિતના ઘણા દેશો એ બ્રિટન સાથેની ફ્લાઇટ સેવાઓ પર તત્પૂરતો પ્રતિબંધ મૂકી દીધો હતો, જેમાં ભારત પણ સામેલ હતું. ભારતે 23 મી ડિસેમ્બરથી 31 સુધી અને પછી 7 જાન્યુઆરી સુધી બ્રિટનની ફ્લાઇટ પર રોક લગાવી દીધી હતી. જો કે હવે માહિતી મળી છે કે સરકારે 8 મી જાન્યુઆરીથી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button