આણંદ

આણંદમાં તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો

આણંદ, તા. ૨
આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કાતીલ ઠંડીના સપાટા બાદ છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. જેને લઈને લોકો રાહત અનુભવી રહ્યા છે. છેલ્લા ૪૮ કલાકમાં તાપમાનમાં છ ડીસેનો વધારો થતા આજે લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડીસે નોંધાયું છે.

આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કાતીલ ઠંડીનો સપાટો ફરી વળ્યા બાદ છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. અને જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. તાપમાનની સાથે સાથે પવનની ગતિમાં પણ ઘટાડો થતા લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. આણંદ શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં તાપમાનમાં છ ડીસેનો વધારો થયો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે મહત્તમ તાપમાન ૨૭ ડીસે, લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડીસે, હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા, પવનની દિશા ઉત્તર-પશ્ચિમ અને પવનની ગતિ પ્રતિ કલાક ૩.૧ કિ.મી.ની નોંધાઈ છે.

Advertisement

વાતાવરણમાં બદલાવ આવતા અને આકાશમાં વાદળો છવાતા ઠંડીમાં ઘટાડો થયો છે. આજે સવારે આકાશમાં વાદળો છવાયા હતા અને સુર્ય વાદળો પાછળ સંતાકુકડી રમતો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. જ્યારે વહેલી સવારે સામાન્ય ધુમ્મસ છવાયેલું જાેવા મળ્યું હતું. જાેકે વાદળો વિખરાયાની સાથે ફરી ઠંડીનો સપાટો શરુ થવાની શક્યતાઓ રહેલી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button