BreakingCoronaનવી દિલ્હી

સ્વદેશી કોવેક્સિન અને કોવીશીલ્ડને અંતિમ મંજૂરી, PM મોદીએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની વાત

કોરોના વેક્સિન અંગે અત્યાર સુધીના આ સૌથી મહત્વના સમાચાર છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશીલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની જાયકોવ-ડીને ફેઝ-3 ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે.

DCGIએ કહ્યું- વેક્સિન 110% સુરક્ષિત
સોમાનીએ કહ્યું કે, અમુક સાઈડ ઈફેક્ટ જેવા કે હળવો તાવ, દુખાવો અને એલર્જી દરેક વેક્સિનમાં સામાન્ય હોય છે, પણ આ બે વેક્સિન 110% સુરક્ષિત છે. વેક્સિનથી નપુંસક થવા જેવી વાતો અફવા છે.

Advertisement

WHOએ કહ્યું- કોરોના વિરુદ્ધ લડાઈ મજબૂત થશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વેક્સિનની મંજૂરીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. WHO સાઉથ-ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડો. પૂનમ ક્ષેત્રપાલ સિંહે કહ્યું કે, ભારતના આ નિર્ણયથી સાઉથ ઈસ્ટ એશિયામાં મહામારી વિરુદ્ધ લડાઈ મજબૂત થશે.

Advertisement

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button