આણંદ

આણંદમાં પવનની ઝડપ ઘટતા ઠંડીમાં રાહત, બે દિવસ બાદ પુનઃ તાપમાન ગગડશે

આણંદ, તા. ૭
આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા ચાર દિવસથી ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો ૧૪ થી ૧૫ ડિગ્રીની આસ-પાસ રહેવા પામ્યો હતો. પરંતુ બુધવારે એકા-એક પંથકમાં વાદળો હટતાની સાથે ઉત્તરીય હિમ પવનોએ જાેર પકડ્યું હતું. જેને લઈને ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનના પારામાં ૨.૫ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જેના પગલે લઘુત્તમ તાપમાન ૧૫ ડીગ્રીએ પહોંચતા ઠંડીમાં રાહત મળી છે. જાેકે આગામી બે ત્રણ દિવસ બાદ ઠંડીનું જાેર વધશે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આણંદ-ખેડ સહિત સમગ્ર પંથકમાં છેલ્લા ચાર દિવસથી સમગ્ર પંથકમાં વાદળો છવાયેલા રહેતાં લધુત્તમ તાપમાનનો પારો ૧૪ થી ૧૫ ડિગ્રીએ સ્થિર રહેશે. અને ગુરુવારના રોજ એકા-એક વાદળો હટવા છતા પણ પવનની ગતી ઘટી જતા તાપમાન પુનઃ ૧૫ ડીગ્રીએ પહોંચ્યું છે. પવનની ગતી ૧.૫ નોંધાઈ છે. તો બીજી તરફ કાશ્મીર અને ઉત્તર પુર્વિય વિસ્તારમાં હીમ વર્ષા થઈ રહી હોવાથી આગામી દિવસોમાં ઠંડા પવનો ફુંકાતા પારો પુનઃ નીચે જવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button