નવી દિલ્હી

અમેરિકાઃ ટ્રમ્પના સમર્થકો હિંસામાં ઉતર્યા,ચારના મોત

ટ્રમ્પના હજારો સમર્થકો અમેરિકન કેપિટલમાં ઘુસી ગયા

વોશિગ્ટન,તા.૭
અમેરિકાના વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હજારો સમર્થક અમેરિકી કેપિલટમાં ઘુસી જતા ભારે હિંસાની શરૂઆત થઇ ગઇ છે. પોલીસની સાથે જાેરદાર અથડામણની શરૂઆત થઇ ગઇ છે. આ હિંસક અથડામણમાં એક મહિલાનુ મોત થયુ છે. ત્રણ ત્રણ લોકોના પણ મોત થયા છે. વોશિગ્ટનમાં ઇમરજન્સીની જાહેરાત ૧૫ દિવસ માટે કરવામાં આવી છે. અનેક લોકો ઘાયલ થયા છે. જેના કારણે અમેરિકામાં નવા પ્રમુખ જાે બાઇડનના રૂપમાં મોહર લગાવવાની પ્રક્રિયા ખોરવાઇ રહી છે. બુધવારના દિવસે કોંગ્રેસના સભ્યોઇલેક્ટરોલની ગણતરી કરી રહ્યા હતા. આ ગાળા દરમિયાન મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો સુરક્ષા વ્યવસ્થાને ધ્વસ્ત કરીને કેપિટલ ઇમારતમાં ઘુસી ગયા હતા. પોલીસને હિંસાને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવાની ફરજ પડી હતી. આવી સ્થિતીમાં પ્રતિનિધી સભા અને સિનેટા તેમજ સમગ્ર કેપિટલને બંધ કરવાની ફરજ પડી હતી. નાયબ પ્રમુખ માઇક પેન્સ અને સાંસદોને સુરક્ષિત સ્થળે પર લઇ જવામાં આવ્યા હતા. સ્થિતી વણસી જતા રાષ્ટ્રીય પાટનગરમાં સંચારબંધી લાગુ કરવામાં આવી હતી. જાે કે મોટી સંખ્યામાં લોકો સંચારબંધીનો ભંગ કરતા નજરે પડ્યા હતા. લોકો માર્ગો પર આવી ગયા હતા. અમેરિકામાં હવે ટ્રમ્પને તરત જ હોદ્દા પરથી દુર કરવામાં આવે તેવી શક્યતા છે. હિલમાં ટ્રમ્પની અવધિ પૂર્ણ થવામાં બે સપ્તાહનો સમય બાકી રહ્યો છે. બીજી બાજુ બે ડઝનથી વધારે સાંસદ તેમની સામે ફરી મહાભિયોગ લાવવા માટેની પ્રક્રિયામાં લાગી ગયા છે. અમેરિકામાં ટ્રમ્પને વહેલી તકે દુર કરવામાં આવી શકે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એક નિવેદન જારી કરીને કહ્યુ છે કે ઇતિહાસ આજે કેપિટલમાં થયેલી હિંસાને હમેંશા યાદ રાખશે. આ હિંસાને એક સિટિંગ પ્રમુખ દ્વારા ઉશ્કેરવામાં આવી છે. આ અમારા દેશ માટે ખુબ જ શરમજનક બાબત છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં બાઇડને ઇતિહાસ સર્જીને જીત મેળવી હતી. હવે ૨૦મી જાન્યુઆરીના દિવસે બાઇડન પ્રમુખ તરીકેના શપથ લેનાર છે. હૈરિસ પણ શપથ લેનાર છે. સસદમાં રિપબ્લિક સીનેટર લિન્ડસે ગ્રાહમે કહ્યુ છે કે ડો બાઇડન અને કમલા હેરિસ કાનુનની રીતે ચૂંટાયા છે. ૨૦મી જાન્યુઆરીના દિવસે તેઓ શપથ લેશે. પ્રમુખ ટ્રમ્પના મંત્રીમંડળના સભ્યોએ બુધવારે ટ્‌મ્પને હોદ્દાથી દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમેરિકામાં ટ્‌મ્પના સમર્થકો હિંસામાં ઉતરી આવતા વિશ્વમા ભારે ખળભળાટ મચી ગયો છે.
ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક
વોશિગ્ટન,તા.૭
અમેરિકામાં વ્યાપક હિંસા થયા બાદ ટિ્‌વટર , ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ડોનાલ્ડ ટ્રમ્પના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા છે. સાથે સાથે નવી ચેતવણી જારી કરી છે. બાઇડનની જીતના હેવાલ આવ્યા બાદ ટ્રમ્પના સમર્થકો હિંસા ઉપર ઉતરી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકામાં ખુની ઝડપ બાદથી હાહાકર મચી ગયો છે. સોશિયલ મિડિયાના દિગ્ગજ એકમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બીજી બાજુ ટ્રમ્પના એકાઉન્ટ ૧૨ કલાક માટે બ્લોક કરી દેવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે વોશિગ્ટનમાં ઇમરજન્સીની જાહેરાત ૧૫ દિવસ માટે કરવામાં આવી છે.ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ટ્રમ્પના એકાઉન્ટ ૨૪ કલા માટે બ્લોક કરી દીધા છે. અનેક લોકો ઘાયલ થયા છે. જેના કારણે અમેરિકામાં નવા પ્રમુખ જાે બાઇડનના રૂપમાં મોહર લગાવવાની પ્રક્રિયા ખોરવાઇ રહી છે. બુધવારના દિવસે કોંગ્રેસના સભ્યોઇલેક્ટરોલની ગણતરી કરી રહ્યા હતા. આ ગાળા દરમિયાન મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો સુરક્ષા વ્યવસ્થાને ધ્વસ્ત કરીને કેપિટલ ઇમારતમાં ઘુસી ગયા હતા. પોલીસને હિંસાને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવાની ફરજ પડી હતી. આવી સ્થિતીમાં પ્રતિનિધી સભા અને સિનેટા તેમજ સમગ્ર કેપિટલને બંધ કરવાની ફરજ પડી હતી. નાયબ પ્રમુખ માઇક પેન્સ અને સાંસદોને સુરક્ષિત સ્થળે પર લઇ જવામાં આવ્યા હતા. સ્થિતી વણસી જતા રાષ્ટ્રીય પાટનગરમાં સંચારબંધી લાગુ કરવામાં આવી હતી. જાે કે મોટી સંખ્યામાં લોકો સંચારબંધીનો ભંગ કરતા નજરે પડ્યા હતા. લોકો માર્ગો પર આવી ગયા હતા. અમેરિકામાં હવે ટ્રમ્પને તરત જ હોદ્દા પરથી દુર કરવામાં આવે તેવી શક્યતા છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button