નવી દિલ્હી

વરસાદના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો દેશના અનેક ભાગમાં વરસાદ

૧૪મી જાન્યુઆરી સુધી કોઇ રાહત નહી મળે તેવી શક્યતા

નવી દિલ્હી,તા.૯
ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. જેથી ઠંડીના પ્રમાણમાં ફરી એકવાર વધારો થયો છે. તીવ્ર ઠંડીથી લોકોને ૧૪મી જાન્યુઆરી સુધી કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. જાે કે લોકો હાલમાં સાવધાન થયેલા છે. લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. લોકો ઠંડીથી બચવા માટે દરેક ઉપાય કરી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યા બાદ વરસાદ થયો છે. દિલ્હીમાં પણ વરસાદ થયો છે. જેથી ઠંડીમાં વધારો થયો છે. કાતિલ ઠંડીથી ૧૪ જાન્યુઆરી સુધી કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે.કાતિલ ઠંડી પડી રહી છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથઇ રહી છે. ભારે હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. બદરીનાથ ધામમાં અઢી ફુટ સુધી બરફ જામી ગઇ છે. નિજમુલા ખીણના કેટલાક ગામોમાં હજુ બરફની ચાદર છવાયેલી છે. જિલ્લાના નિજમુલા ખીણના પાણા, ઇરાણી, ઝીંઝી ગામમાં ભારે હિમવર્ષા થઇ છે. ભારે હિમર્ષાના કારણે જાેશીમઠ-ઓલી અને ચમૌલી ગોપેશ્વર ઉખીમઠ સહિતના ભાગોમાં ભારે હિમવર્ષા થઇ છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિતના વિવિધ ભાગોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. સ્કાઇમેટના પ્રમુખ હવામાન વૈજ્ઞાનિક મહેશ પલાવતે માહિતી આપતા કહ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ રહી શકે છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની શક્યતા રહેલી છે. રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ઉપરાંત રાજસ્થાન , બિહારમાં ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે લોકો પરેશાન છે. લોકો સાવધાની સાથે ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. ધુમ્મસની ચાદરદેખાય છે.કાતિલ ઠંડીથી લોકોને કોઇ રાહત મળી રહી નથી. આગામી દિવસોમાં પણ રાહત મળવાની પણ કોઇ શક્યતા નથી. તાપમાનમાં હજુ ઘટાડો થઇ શકે છે. ભારે હિમવર્ષાના કારણે હાલત કફોડી બનેલી છે. હિમવર્ષાના કારણે જનજીવન પર અસર થઇ છે. ઉત્તરાખંડમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે.બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી કેટલાક દિવસ સુધી કાતિલ ઠંડી અકબંધ રહેશે. કારણ કે પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઇ રહી છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button