નવી દિલ્હી

જરૂરી ટિપ્પસ ઃ કોઇ પણ લાપરવાહી ખુબ ભારે પડી શકે છે… ખરીદી વેળા કોરોનાથી આ રીતે બચો

 

કોરોના વાયરસના કેસોમાં ઉલ્લેખનીય ઘટાડો દૈનિક આધાર પર થઇ રહ્યો છે. કેસો ઘટી રહ્યા હોવા છતાં હજુ સાવધાની જરૂરી છે. આર્થિક અને વૈપારી ગતિવિધી સતત વધી રહી છે ત્યારે હજુ લાપરવાહી ભારે પડી શકે છે. શોપિગ વેળા તમામ કોરોના ગાઇડલાઇન્સ પાળવામાં આવે તે જરૂરી છે. સામાન્ય સ્થિતી તરફ દેશ આગળ વધે છે ત્યારે જરૂરી નિયમોને પાળીને હવે લોકો આગળ વધે તે જરૂરી છે. દેશવ્યાપી સ્વસ્થ રહે તે જરૂરી છે. જાે તમે શોપિંગ કરવા માટે જઇ રહ્યા છો તો તમને કેટલીક બાબતોની કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. કોરોનાના ફેલાનાને ધ્યાનમાં લઇને કેટલીક સાવધાની જરૂરીછે. સતત ઘટતા જતા કેસો વચ્ચે હાલમાં જાે સાવધાનીમાં લાપરવાહી કરવામાં આવે તો મુશ્કેલી થઇ શકે છે. હાલના સમયમાં કપડા, જ્વેલરી, કોસ્મેટિક અથવા તો ડેકોરેટિવ વસ્તુઓને ખરીદવાથી બચવાની જરૂરછે. ડેકોરેટિવ આઇટમ ખરીદવાથી હાલમાં બચવાની જરૂર છે. જાે કે રસોડાની ચીજાે એવી છે જેની અવગણના કરી શકાય તેમ નથી. કિરાણાની ચીજાે તો ખરીદવાની જરૂર છે. જરૂરની ચીજાે ખરીદતી વેળા તમામને કિરાણા સ્ટોર, ગ્રોસરી સ્ટોર અને શોપ્સ પર જવાની ફરજ પડે છે. આ તમામ ચીજાે ખરીદતી વેળા કોઇ સ્ટોર પર જતી વેળા કેટલીક સાવધાની રાખી શકાય છે. બાસ્કેટ અને કાર્ટસને સ્પર્શ કરવામાં ન આવે તે જરૂરી છે. જ્યારે પણ સામાન લેવા માટે સ્ટોરમાં જઇએ ત્યારે ત્યાં રાખવામાં આવેલી ચીજાેને લઇને સાવધાની જરૂરી છે. જ્યારે પણ ખરીદી માટે પહોચો ત્યારે ત્યાં મુકવામાં આવેલી શોપિગ બાસ્કેટ્‌સ અને કાર્ટસનો ઉપયોગ કરવાથી બચી શકાય છે. ઘરેથી જ પોતાના શોપિગ બેંગ લઇને પહોંચો તે જરૂરી છે. જાે તમે મોટી ચીજ ખરીદવા માટે ઇચ્છુક છો તો તમે શોપિગ બાસ્કેટનો ઉપયોગ કરવાના પ્રયાસ કરવા જાેઇએ નહીં. તમે કાર્ટને સેકન્ડ ઓપ્શન તરીકે પસંદ કરી શકો છો. શક્ય હોય તો તેના હેન્ડલને હાથ લગાવતા પહેલા સેનિટાઇઝ કરી લેવામાં આવે તે જરૂરી છે. બાસ્કેટને કેમ સ્પર્શ કરવુ જાેઇએ નહીં. હવ ાપને આ સવાલ થઇ રહ્યો હશે કે આખરે શોપિગ સેન્ટર અથવા તો ગ્રોસરી સેન્ટરમાં રાખવામાં આવેલા કાર્ટને સ્પર્શ કરી શકીએ છીએ તો બાસ્કેટનો ઉપયોગ કેમ કરવો જાેઇએ નહીં. આનુ કારણ એ છે કે બાસ્કેટનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ તેને યોગ્ય રીતે સેનેટાઇઝ કરવાની બાબત શક્ય હોતી નથી. દરરોજ બાસ્કેટના હેન્ડલને સેનિટાઇઝ કરવાની બાબત અથવા તો દરેક કસ્ટમરના ઉપયોગ કરવામાં આવ્યા બાદ તેને સેનેટાઇઝ કરવાની બાબત શક્ય હોતી નથી. આ બાબત કોિ ફણ ગ્રોસરી સ્ટોર મેનેજમેન્ટ માટે શક્ય હોતી નથી. જ્યારે કાર્ટના હેન્ડલને તો તમે જાતે સેનેટાઇઝ કરી શકો છો. સ્ટોરમાં જતી વેળા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરીછે. સ્ટોરમાં જતી વેળા તમે સાથે કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ લઇને જઇ રહ્યા છો તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરીછે. શક્ય તેટલા ઓછા પ્રમાણમાં કેશમાં લેવડ દેવડ કરો. કાર્ડનો ઉપયોગ કરવાની બાબત વધારે ફાયદાકારક છે. માર્કેટ જતી પહેલા જરૂરી ચીજાેની યાદી બનાવી લેવી જાેઇએ. સાથે સાથે સ્ટોર રૂમમાં કાઉન્ટર પર ચીજાેની ઉપલ્ધતા જાણી લીધાબાદ જ આગળ વધવાના પ્રયાસ કરવા જાેઇએ. આના કારણે કિંમતી સમયને બચાવી શકાય છે. સાથે સાથે બિનજરૂરી સંપર્કને પણ ટાળી શકો છો. સ્ટોરથી બહાર નિકળતી વેળા સૌથી પહેલા હાથ સેનિટાઇઝ કરવાની જરૂર હોય છે. જાે આપના હાથમાં વાયરસ છે તો પણ તે આ રીતે દુર થઇ શકે છે.
જાે શક્ય હોય તો સ્ટોરની બહાર આવી ગયા બાદ થોડાક સમય માટે ખુલ્લી હવામાં શ્વાસ લેવાની બાબત ઉપયોગી હોય છે. પોતાને મેન્ટલી રિલેક્સ કરવાના પ્રયાસ કરવા જાેઇએ. ગરમી વધારે છે જેથી પોતાની સાથે લાવવામાં આવેલા પાણીનો ઉપયોગ કરી શકાય છે. આના કારણે શરીરને હાઇડ્રેટ અને ઇમ્યુન રાખવામાં મદદ મળે છે. ઘરે આવી ગયા બાદ સૌથી પહેલા બેંગને ધોવા માટે નાંખી દેવાની જરૂર છે. જેમાં સામાન લઇને આવ્યા છો. ત્યારબાદ હાથ સારી રીતે સાફ કરવાની જરૂર હોય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button