નવી દિલ્હી

પ્રથમ નવ મહિનામાં ૧૩ ટકા સુધીનો વધારો સરક્યુલેશનમાં કરેન્સી વધી

મુંબઇ,તા. ૧૧
કરેન્સી ઇન સરક્યુલેશન ( સીઆઇસી)માં વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ૧૩ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. કારણ કે કોરોના મહામારીની સ્થિતીમાં લોકો સાવચેતીના પગલારૂપે હાથમાં વધારે પ્રમાણમાં રોકડ રકમ રાખવા માટે ઇચ્છુક છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૧ સુધીના આંકડા દર્શાવે છે કે સીઆઇસીમાં ૩૨૩૦૦૩ કરોડ અથવા તો ૧૩.૨ ટકાનો વધારો થયો છે. ૩૧મી માર્ચ ૨૦૨૦ના દિવસે આ આંકડો ૨૪૪૭૩૧૨ કરોડ રૂપિયાનો રહ્યો હતો. રિઝર્વ ેબેંક દ્વારા જારી કરવામાં આવેલા વિસ્તૃત અને નવેસરના હેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦ના એપ્રિલ-ડિસેમ્બરના ગાળામાં તેમાં છ ટકાનો વધારો થયો હતો. કેર રેટિંગ ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનાવિસે કહ્યુ છે કે વર્તમાન નાણાંકીય વર્ષમાં હજુ સુધી સરક્યુલેશનમાં કરેન્સીમાં વધારો થયો છે. કારણ કે લોકો હવે કોરોના કાળમાં હાથમાં વધારે નાણાં રાખવા માટે ઇચ્છુક બન્યા છે. જ્યારે પણ કોઇ સમય કોરોના જેવી સ્થિતી સર્જાઇ જાય છે ત્યારે રોકડ રકમ હાથમાં રાખવાની એક રિત લોકોની બની જાય છે. જેથી રોકડ માટેની માંગમાં વધારો થઇ રહ્યો છે. ઓગષ્ટ ૨૦૨૦માં જારી કરવામાં આવેલા ૨૦૧૯-૨૦ માટેના તેના વાર્ષિક રિપોર્ટમાં આરબીઆઇ દ્વારા કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના કારણે અનિશ્ચિતતા શરૂ થયા બાદથી કરેન્સી વધારે હાથમાં રાખવા માટેની બાબત લોકો માટે જરૂરી બનવા લાગી ગઇ હતી. વધતી જતી માંગને પહોંચી વળવા માટે રીઝર્વ બેંક દ્વારા શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા હતા. કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સીઆઇસીમાં ૨૨.૧ ટકાનો અથવા તો ૫૦૧૪૦૫ કરોડનો વધારો થયો છે. જેથી આ આંકડો પહેલી જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે ૨૭૭૦૩૧૫ કરોડના આંકડાને પાર કરી ગયો હતો. સીઆઇસીમાં બેંક નોટ અને સિક્કાનો સમાવેશ થાય છે. હાલમાં આરબીઆઇ દ્વારા રૂપિયા ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ રાખી છે. સરક્યુલેશનમાં રહેલા સિક્કામાં ૫૦ પૈસા, ૧, ૨, ૫, ૧૦ના સિક્કાનો સમાવેશ થાય છેહાલમાં ૨૦ રૂપિયાના સિક્કા જારી કરવામાં આવ્યા છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button