આણંદ

વડતાલધામમાં ૨૧૯મો મંત્ર પ્રાગટ્ય ઊત્સવ ઊજવાયો

આણંદ, તા. ૧૧
સ્વામિનારાયણ મહામંત્રના જપથી આજે પણ કાળાનાગનું ઝેર ઊતરી જાય છે. ડો. સંત સ્વામી આજના સમયમાં વિશ્વભરમાં ઝડપથી પ્રસરી રહેલા સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આજે શ્રીસ્વામિનારાયણ મહામંત્રનો ૨૧૯મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવ્યો. મંદિર પ્રાંગણમાં ઊચ્ચપીઠ પર ષડક્ષરી મંત્ર સ્વરૂપ પરમાત્માનું વિધિવત પૂજન વર્તમાન પીઠાધીપતિ પ પૂ ધ ધૂ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના કરકમળોથી કરવામાં આવ્યું હતું . સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં વડતાલ સંસ્થાના માધ્યમે લખાયેલ ૨૬ કરોડ મંત્રોની પોથીનું પૂજન કરવામાં આવ્યું. પૂ શા. શ્રી ધર્મપ્રસાદ સ્વામી-ખાનદેશી પૂ નૌતમ સ્વામી-વડતાલ, પૂ બાલકૃષ્ણ સ્વામી મેમનગર ગુરૂકુલ, પૂ ગોવિંદ સ્વામી – મેતપુરવાળા અને પૂ શ્રીવલ્લભ સ્વામી વગેરે સંતો આ મંત્રોથી પૂજનમાં જાેડાયા હતા. વડતાલ મંદિરના પુરોહિત ધીરેન ભટ્ટે પૂજાવિધિ સાથે અભિષેક કરાવ્યો હતો.
આચાર્ય મહારાજ – વડિલ સંતો સાથે શૈલેષભાઈ સાવલીયા – અમદાવાદ, ભદ્રેષભાઈ પારેખ મુંબઈ, શ્રીકાંત ભાલજા, યોગેશ ગાંધી – દિલ્હી, મહેન્દ્રભાઈ નિલગીરીવાળા – વડતાલ, રાજુભાઈ ડોલ્ફીન વોચ – આણંદ કીરીટભાઈ તેજ કન્સ્ટ્‌કશન અમદાવાદ વગેરેએ પૂજા અભિષેકનો લાભ લીધો હતો. સભામાં મંત્ર મહિમા સાથે વડતાલ સંસ્થા દ્વારા ચાલતી અખંડધુન, ઓનલાઈન મંત્ર લેખન, હસ્તલિખિત મંત્ર લેખનની વિગત આપતા ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આ મંત્રના જપથી આજે પણ કાળા નાગનું ઝેર ઊતરી જાય છે. પૂ નૌતમ સ્વામીએ ૧૪ વર્ષ પહેલા શરૂ થયેલી અખંડધુનનો ઈતિહાસ જણાવ્યો હતો. પ પૂ આચાર્ય મહારાજે કહ્યું હતું કે, આ વડતાલધામનો મહિમા અપાર છે, અંહિ કોઈ કામ નાનું હોતું જ નથી, આ પ્રસંગ દિવ્ય છે. મંત્રજપથી અંતરના દોષ પણ નાશ પામે છે. અને સિદ્ધિ મળે છે. આજરોજ સંપૂર્ણ દિવસ દરમિયાન ૧૫૦૦થી વધુ ભક્તોએ અભિષેક અખંડધુન અને મંત્રલેખનનો લાભ લીધો હતો. આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી એવં સ્વયંસેવકોએ કરી હતી. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવેલ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button