નવી દિલ્હી

કોરોનાની સંજીવની ગુજરાતમાં આવી ગઇ

 

નવી દીલ્હી,તા.૧૧
લાંબા સમય સુધી રાહ જાેવડાવ્યા બાદ આજે ગુજરાતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની રસીનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો હતો અને અમદાવાદ એરપોર્ટ ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરેએ તેનો કબજાે લીધો હતો. ગુજરાતમાં રસી આવી જતા હવે રસીકરણની કામગીરી તારીખ ૧૬ જાન્યુઆરીથી શરૂ થનાર છે.
આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા વેક્સિન ના જથ્થાને યોગ્ય રીતે જાળવવા માટે થઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવી પહોંચેલા આ રસી ના જથ્થાને અમદાવાદ એરપોર્ટ થી ગાંધીનગર સુધી લઇ જવા ખાસ ગ્રીન કોરિડોર બનાવવામા આવ્યો હતો જેના માટે વિશેષ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે.
પુનાથી આવેલા આ રસી ના જથ્થાને જાળવવા માટે એક વિશેષ કોલ્ડ ચેઇન બનાવવામાં આવી છે. એરપોર્ટ થી લાભાર્થી સુધી રસી પહોંચાડતા પૂર્વે તેની જાળવણી ને લઈને ભારત સરકારે આપેલી ગાઇડલાઇન મુજબ જાળવણી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. .
ગઈકાલે ગાંધીનગર જિલ્લા કલેકટર આ વેક્સિનડેપો ની મુલાકાત પણ લીધી હતી.
વેકસીનને લઈને કોલ્ડ ચેઇન જાળવવા માટે ગાંધીનગર ખાતે ૪૩ પોઈન્ટ અને ૪૩આઇ.એલ.આર.ડીપ ફ્રીઝર ની વ્યવસ્થા કરવામાં આવી છે. લાભાર્થીને ૦.૫ એમએલ કોવીડ સિલડ વેકસીન આપવામાં આવનાર છે. રાજ્યના ૪.૩૩ લાખ જેટલા કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કાની વેકસીન આપવામાં આવનાર છે. આ માટે ૨૮૭ બુથ ઉપર થી વેક્સિનેશન ની કામગીરી કરવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટથી વેકસીનનો જથ્થો બે સ્ટોર પર ડિસ્ટ્રીબ્યુટ થશે. ગુજરાતમાં રસીકરણના કાર્યક્રમને પગલે ૬ રિજનલ સેન્ટર તૈયાર કરાયા છે. જેમાં સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં સેન્ટર બનાવાયા છે.
મુખ્ય સેન્ટર પરથી જિલ્લાઓમાં વેક્સીન મોકલવામાં આવશે. કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો આજે ગુજરાત પહોંચશે. ગાંધીનગર આવનાર આ રસી ના જથ્થાને લઇને ગઇ કાલથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ માટે અમદાવાદ એરપોર્ટ થી ગાંધીનગર સુધીના રસ્તાને ખાસ ગ્રીન કોરિડોર જાહેર કરવામાં આવ્યો છે જેના પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દવારા નિયત કરેલા કેન્દ્રો પર રસીની જાળવણી ની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આજે ગુજરાત આવેલી રસીના જથ્થાને ડેપો સુધી લઇ જવા એરપોર્ટ થી ખાસ કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકાર દવારા કરવામા આવી હતી,અને વેક્સિન સ્ટોરના ૬ રિજીયોનલ ડેપો પર પહોચાડવામાં આવનાર છે. અત્રે નોંધવું જરૂરી છે કે, આ વેક્સિનેશન ને લઇને અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૬ હજાર હેલ્થ વકર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામા આવેલ છે.
દરમિયાન ૧૬મીથી શરૂ થનારી રસીકરણની કામગીરીને આજથી પડેલી આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલની અસર થવાની પુરેપુરી સંભાવના છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button