આણંદ

જાખલા ગામે હર્ષદનગર પાટીયા પાસે મહિલાને લાકડાનો દંડો માર્યો

આણંદ, તા. ૧૨
જાખલા ગામે હર્ષદનગર પાટીયા પાસે ખેતરમાં ઘર પાસે પેશાબ કર્યાનું જણાતા આ બાબતે મહિલાએ પોતાના પતિને જણાવતા મહિલાની સાસુ સાંભળી જતા તેઓએ ગડદાપાટુનો માર મારી તેમજ લાકડાનો દંડો મારી માર માર્યાની ફરિયાદ ભાલેજ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર જાખલા ગામે હર્ષદનગર પાટીયા પાસે ખેતરમાં રહેતા આશાબેન વિષ્ણુભાઈ ભોઈની ઘરની બાજુમાં તેમના સાસુ ધીરજબેન, જેઠ રાજેશભાઈ અને દીયર ધર્મેન્દ્રભાઈ રહે છે. સાસુ ધીરજબેન રાત્રીના સુમારે આશાબેનના ઘર પાસે આવી પેશાબ કરે છે તેમજ તેમના ઘર બાજુનો કચરો આશાબેનના ઘર પાસે કાઢી ગંદકી ફેલાવે છે. આજે સવારે ૭-૩૦ વાગ્યાના સુમારે આશાબેન પોતાના ઘર પાસે કચરો વાળતા હતા ત્યારે ઘરના આંગણામાં પેશાબ કર્યો હોવાનું જણાતા આ બનાવ અંગે આશાબેને પોતાના પતિ વિષ્ણુભાઈને કહ્યું હતું કે આપણા ઘરના માણસો ઘરના આંગણામાં રાત્રીના સુમારે પેશાબ કરી જાય છે તેમને ઠપકો આપો. જે વાત સાસુ ધીરજબેન સાંભળી જતા તેઓએ આશાબેનના ઘરે આવી ગાળો બોલી જમીન અને ઘરના ભાગ પાડ્યા નથી. એટલે મને જેમ ફાવશે તેમ કહી આશાબેનના માથાના વાળ પકડી માર મારી તેમજ જેઠે વિષ્ણુભાઈને લાકડાનો દંડો મારી ઈજાઓ કરી આશાબેનનું ગળું પકડી તેમજ વિષ્ણુભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે આશાબેન વિષ્ણુભાઈ ભોઈએ ભાલેજ પોલીસ મથકે ધીરજબેન જીવાભાઈ ભોઈ, રાજેશભાઈ જીવાભાઈ ભોઈ, સુધાબેન રાજેશભાઈ ભોઈ અને કીરણભાઈ રાજેશભાઈ ભોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

જ્યારે સામા પક્ષે ધીરજબેન જીવાભાઈ ભોઈએ નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાના ઘર પાસે પાણી ભરતા હતા ત્યારે તેઓના દિકરા વિષ્ણુની પત્ની આશા ઘરના આંગણાનો કચરો વાળતી હતી અને પેશાબ કરેલો જાેઈ ગાળો બોલતી હોય તેને ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કરી ધીરજબેનને ધક્કો મારી જમીન પર પાડી દઈ અને આશાબેને ધીરજબેનના મોટા દિકરા રાજેશને છુટ્ટી સાણસી મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે પોલીસે આશાબેન વિષ્ણુભાઈ ભોઈ અને વિષ્ણુભાઈ જીવાભાઈ ભોઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button