નવી દિલ્હી

ધરતીની પરિભ્રમણ સ્પીડમાં વધારો ૨૪ કલાકનું સમયચક્ર જરાક ટૂંકું થયું

લંડન, તા. ૧૧
ધરતીની પોતાની ધરી પરની પરિભ્રમણ સ્પીડમાં મામુલી વધારો નોંધાયો છે. તેના કારણે દિવસની લંબાઈ પણ ૨૪ કલાકને બદલે જરા ઘટી છે. ધરતી પોતાની ધરી પર ગોળ ફરે છે અને સાથે સાથે સૂર્ય ફરતે પરિભ્રમણ કરે છે. એ રીતે ધરતીનો ગોળો કુલ બે પરિભ્રમણ કરે છે. તેમાંથી પોતાની ધરી પરના પરિભ્રમણમાં સરેરાશ ૦.૦૫ મિલિસેકન્ડ (૧ સેકન્ડ બરાબર ૧૦૦૦ મિલિસેકન્ડ)નો ઘટાડો થયો છે.
છેલ્લા ૫૦ વર્ષમાં જાેવા મળેલો આ સૌથી મોટો અને નોંધપાત્ર ઘટાડો છે. ધરતીના પરિભ્રમણ અને સમય માપન પર નજર રાખતા સંગઠન ધ ઈન્ટરનેશનલ અર્થ રોટેશન એન્ડ રેફરન્સ સિસ્ટમ (આઈઈઆરએસ)ના આંકડા મુજબ ૨૦૨૦નો ૧૯ જુલાઈનો દિવસ અત્યાર સુધીનો સૌથી ટૂંકો હતો.એ દિવસ સરેરાશ કરતાં ૧.૪૬૦૨ મિલિસેકન્ડ ટુંકો હતો. અણુ ઘડિયાળની મદદથી આઈઈઆરએસ ૧૯૬૦ના દાયકાથી ધરતીની ગતિ અને સમયના તાલમેલનો રેકોર્ડ રાખે છે. એમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે.ધરતી ૨૪ કલાકમાં પોતાની ધરી પર એક પરિભ્રમણ કરે છે. એમાં ૮૬,૪૦૦ સેકન્ડનો સમાવેશ થાય છે. એ વચ્ચે મિલિસેકન્ડનો ઘટાડો કે વધારો ખાસ ફરક પેદા કરતો નથી. પરંતુ વિજ્ઞાાનીઓ માટે એ મામુલી આંકડાની ગણતરી મહત્ત્વની છે.
ઝડપ વધવાનું એક કારણ ધરતી પર પીગળી રહેલો છે. કેમ કે બરફના થર ઓછા થાય એટલે સ્વાભાવિક રીતે ધરતીને પરિભ્રમણ વખતે વર્તાતુ ઘર્ષણ પણ ઓછુ થાય અને સ્પીડ વધે.આ સ્પીડમાં વધારા ઘટાડાથી સામાન્ય વ્યક્તિઓની કામગીરમાં કશો ફરક પડતો નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button