
ચીને ઇસ્ટ લદ્દાખમાંથી પોતાના સૈન્યને પાછું બોલાવ્યું, ભારતીય સરહદ નજીકના ૨૦૦ કિલોમીટર વિસ્તારને ખાલી કર્યો
નવી દિલ્હી તા.૧૨
ચીને ઇસ્ટ લદ્દાખ વિસ્તારમાં લાઇન ઑફ ક્ન્ટ્રોલ (ન્છઝ્ર) નજીક તહેનાત કરેલા પોતાના દસ હજાર સૈનિકોને પાછા બોલાવી લીધા હતા. ભારતીય સરહદ નજીકના ૨૦૦ કિલોમીટર વિસ્તારમાંથી ચીની લશ્કર ખસી ગયું હતું. જાે કે એનો અર્થ એવો નથી કે ચીન હવે ભારતને હેરાન કરવા માગતું નથી અથવા એણે પોતાની વિસ્તારવાદી નીતિ પડતી મૂકી છે. વાસ્તવમાં અત્યારે આ વિસ્તારમાં શૂન્ય ડિગ્રીથી પણ નીચું તાપમાન છે. કાતિલ ઠંડી પ્રવર્તી રહી છે જે ચીની સૈનિકોને માફક આવે એમ નથી. અત્યંત આકરી ઠંડીના પગલે ચીની સૈનિકો બીમાર પડી જતાં હોવાથી ચીને તેમને પાછા બોલાવી લીધાં હતા.
ભારતીય લશ્કરના પ્રવક્તાએ જણાવ્યા મુજબ ઇસ્ટ લદ્દાખ વિસ્તારમાં ચીને તહેનાત કરેલા પોતાના દસ હજાર સૈનિકોને ચીને પાછાં બોલાવી લીધાં હતાં. અગાઉ આ વિસ્તારમાં ચીની સૈનિકો દૈનિક કવાયત, ડ્રીલ વગેરે ટ્રેનિંગ લેતા રહ્યા હતા.જાે કે ન્છઝ્ર પર ફ્રન્ટલાઇન વિસ્તારમાં બંને દેશોના સૈનિકો સામસામે ખડા હતા. લદ્દાખમાં ભારતીય સરહદની આજુબાજુ અગાઉ જ્યાં ચીની સૈનિકો ટ્રેનિંગ લેતા-કરતા હતા એ વિસ્તાર ચીને હાલ ખાલી કરાવી નાખ્યો હતો.દરમિયાન, ત્રણ દિવસ પહેલાં ન્છઝ્ર પર પકડાયેલા ચીની સૈનિકને ભારતે ચીનને સોમવારે પાછો સોંપી દીધો હતો. એમ કહેવાય છે કે ચીની સૈનિક કોર્પોરલ વાંગ યા લોંગ સરહદ વિસ્તારમાં ભૂલો પડી ગયો હતો જેને ભારતીય સૈનિકોએ પકડી લીધો હતો.
આમ કાતિલ શિયાળાએ ચીનને પીછેહટ કરવાની ફરજ પાડી હતી. બાકી ગયા વર્ષે પહેલા ત્રણ મહિનામાંજ ચીનના સૈનિકોએ ભારતીય સરહદમાં ઘુસણખોરી શરૂ કરી દીધી હતી. જાે કે દરેક વખતે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને પાછા ફરવાની ફરજ પાડી હતી.
ભારતીય સૈનિકો ઊંચાં સ્થળે હોવાથી ચીનના સૈનિકો તેમનો સામનો કરવાની સ્થિતિમાં નહોતા. આમ છતાં પેંગોંગ સરોવર વિસ્તારમાં ચીનના સૈનિકોએ કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના ભારતીય સૈનિકો સાથે અથડામણ કરી હતી.ચીનના સરકારી દૈનિક ગ્લોબલ ટાઇમ્સમાં પણ એવા રિપોર્ટ સતત પ્રગટ થતા રહ્યા હતા કે ચીનનો સામનો કરવાના ભારતના પ્રયાસોના પગલે ભારતે ખૂબ સહન કરવું પડશે. એક તરફ ચીન વાટાઘાટો કરતું હતું