ટૉપ ન્યૂઝનવી દિલ્હી

મોદી સરકારને ઝાટકો, સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે. સરકાર અને ખેડુતો વચ્ચે લાંબા સમયથી ચાલતી વાટાઘાટોનું સમાધાન ન થતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના આગળના આદેશ સુધી કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે સાથો સાથ આ મુદ્દાના સમાધાન માટે કમિટીની રચના કરવાનો આદેશ રજૂ કરી દીધો છે. સમસ્યાના સમાધાન માટે હવે કમિટી વાતચીત કરશે. સુનવણી દરમ્યાન કોર્ટે બંને પક્ષોને તીખા પ્રશ્નો પૂછયા હતા.

Advertisement

કેન્દ્ર એ કહ્યું – આંદોલનમાં ખાલિસ્તાની કરી રહ્યા છે મદદ

ચીફ જસ્ટિસે પૂછયું અમારી પાસે એક અરજી છે જેમાં કહ્યું છે કે પ્રતિબંધિત સંગઠન આ પ્રદર્શનમાં મદદ કરી રહ્યા છે. શું એટોર્ની જનરલ તેને માનશે કે ઇન્કાર કરશે. તેના પર એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું કે અમને કહ્યું હતું કે પ્રદર્શનમાં ખાલિસ્તાનીઓની ઘૂસણખોરી છે. તેના પર કોર્ટે કહ્યું કે એવું છે તો એવામાં કેન્દ્ર સરકાર ગઇકાલ સુધી એફિડિવેટિ આપે. જવાબમાં એટોર્ની જનરલે કહ્યું કે અમે એફિડેવિટ આપીશું અને આઇબીનો રેકોર્ડ પણ આપીશું.

તો હવે રામલીલા મેદાનમાં થશે પ્રદર્શન!

કિસાન સંગઠનોના વકીલ વિકાસ સિંહે કહ્યું કે ખેડૂત પ્રદર્શન સ્થળથી એ જગ્યા એ જઇ શકે છે જ્યાંથી પ્રદર્શન દેખાય. અન્યથા પ્રદર્શનનો મતલબ રહેશે નહીં. રામલીલા મેદાન પ્રદર્શન માટે આપવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામલીલા મેદાન કે બીજે કયાંય પ્રદર્શન માટે પોલીસ કમિશ્નર પાસેથી ખેડૂત મંજૂરી માટે અરજી કરી શકે છે એવો અમે ઓર્ડર કરીશું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button