નવી દિલ્હી

પ્રાથમિક શિક્ષકોની બદલી હવે ઓનલાઇન

બદલી ની અરજી થી માંડીને હુકમ સુધીની તમામ પ્રક્રિયા સોફ્ટવેર મારફતે

 

 

Advertisement

નવી દીલ્હી,તા.૧૩
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની જિલ્લાની આંતરીક ફેરબદલી કમ્પ્યુટરાઈઝ્‌ડ સિસ્ટમથી કરવાનો ર્નિણય લેવાયો છે. હવે બદલી માટેની અરજીઓ મળ્યા બાદ કમ્પ્યુટર સોફ્ટવેરના માધ્યમથી જ શિક્ષકોની બદલીઓ કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષકોની બદલીના ઓર્ડર મુદ્દે અવારનવાર ભ્રષ્ટાચારની ફરિયાદ થતી હતી જેને લઇને શિક્ષણ વિભાગ દ્વારા બદલીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ માટે સત્તાવાર કાર્યક્રમની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે.
પ્રાથમિક શાળાના શિક્ષકો ની બદલી પારદર્શક રીતે થાય .તે માટે ઓનલાઈન ખાલી જગ્યાની વિગતો નાંખ્યા બાદ શિક્ષકો અરજી કરશે. ત્યાર બાદ અરજીની ચકાસણી કરી માન્ય અરજીઓ પૈકી કમ્પ્યુટર દ્વારા બદલીના હુકમો આપવામાં આવશે.
પ્રાથમિક શિક્ષકોની માંગણીની બદલીઓ કમ્પ્યુટરાઈઝ્‌ડ સિસ્ટમથી ઓનલાઈન બદલીઓ કરવા અંગેનો કાર્યક્રમ તૈયાર કરાયો છે. જેના માટે સૌપ્રથમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વેબસાઈટ પર જઈ લોગીન કરવાનું રહેશે. ત્યારબાદ ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ની સ્થિતીએ મંજુર મહેકમ પ્રમાણે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ની સ્થિતીએ ખાલી જગ્યાઓ ધ્યાને લઈ તે મુજબની ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે. ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કર્યો છે તેવા શિક્ષકો પૈકી છુટા ન થયેલા હોય તે કિસ્સામાં શિક્ષકને હાલની શાળા ખાલી જગ્યા તરીકે દશર્વિવાની રહેશે.ઓનલાઈન બદલી અંગેનો કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયો છે જે મુજબ ૧૫ જાન્યુઆરીથી ૧૮ જાન્યુઆરી સુધી જિલ્લા દ્વારા ખાલી જગ્યા ઓનલાઈન ભરાશે. ૧૯થી ૨૨ જાન્યુઆરી દરમિયાન ખાલી જગ્યાનું વેરીફીકેશન, ૨૩ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી ચકાસણી, ૨૮થી ૩૦ જાન્યુઆરી મોડીફીકેશન, ૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી આંતરીક બદલી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ૩થી ૬ ફેબ્રુઆરી દરમિયાન તાલુકા દ્વારા ચકાસણી, ૭થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાકક્ષાએ એપ્રુવલ અપાશે. ૧૧થી ૧૩ ફેબ્રુઆરીએ ડેટા વેરીફીકેશન થશે અને ૧૪ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન આંતરીક બદલીના હુકમો ઓનલાઈન મેળવી લેવાના રહેશે.
ઉપરાંત આંતરીક કે જિલ્લા ફેરબદલી થયેલી હોય અને ૧૦ ટકાથી વધુ ખાલી જગ્યાના કારણે છુટા કરવામાં આવ્યા ન હોય તો તેવા કિસ્સામાં મુળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દશર્વિવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે.
જે પ્રાથમિક શિક્ષક આંતરીક બદલી કરાવવા ઈચ્છતા હોય તેમણે વેબસાઈટ પર વિગતો ભરી ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે. ક્ન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ કાઢી તે નકલમાં શાળાના મુખ્ય શિક્ષકના સહી સિક્કા મેળવવાના રહેશે. ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
આધાર પુરાવાની ચકાસણી કરી અરજીની પહોંચ આપવાની રહેશે. અરજી મંજુર-નામંજુર કરીને ૬ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ મોકલવાની રહેશે. ત્યાર બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ૧૦ ફેબ્રુઆરી સધીમાં અરજીઓ એપ્રુવલ અથવા રિજેક્ટની કાર્યવાહી ઓનલાઈન કરવાની રહેશે.આ કામગીરી પૂર્ણ થયા બાદ કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા નિયમોનુસાર બદલી પાત્ર સંબંધિત શિક્ષકોની બદલીના ઓર્ડર તૈયાર થશે. બદલી ઓર્ડર શિક્ષકોએ વેબસાઈટ પરથી જાતે જ મેળવી લેવાનો રહેશે. શિક્ષકોએ ઓનલાઈન શાળા પસંદગી કરતી વખતે ડાયસ કોડ અને શાળાનું નામ પસંદ કરતી વખતે પુરતી કાળજી લેવાની રહેશે. પસંદગી મુજબ થયેલા ઓનલાઈન બદલી હુકમ રદ કરાશે નહીં.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button