આણંદગુજરાત

ઠાસરા ડાભાસર કેનાલ પાસે સેવાલીયાના યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત : મોબાઈલ ગાયબ

સેવાલીયામાં ગાડી લે વેચ નો ધંધો કરતા યુવક ની ગાડી અને મૃતદેહ ડાભસર શેઢી શાખા કેનાલથી મળી આવી હતી.સેવાલીયા યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું જણાતું હતું.ઘરેથી અંઘાડી ગાડીના કામ અર્થે જાઉં છું કહી નીકળેલ યુવક ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા.રાત્રીના શોધખોળ માં પણ કંઈ ભાળ ન મળતા પરિવારજનોએ સેવાલીયા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી યુવકના શોધખોળ કરવા માંગણી કરી હતી.જોકે બીજે દિવસે ડાભસર શેઢી શાખા કેનાલમાં યુવકનો મૃતદેહ અને ગાડી તરતી જોવા મળતા લોકટોળુ ભેગું થયું હતું અને ઠાસરા પોલીસ દ્વારા આ અંગે ઓળખ કરી સેવાલીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પરિવારજનો આક્રંદિત હદયે દોડી આવ્યા હતા.

સેવાલીયા 47 વર્ષીય યુવક ઈલ્યાસ બાંડી વાહનો લે વેચ નો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.તારીખ 11/1/2021 ના રોજ અંધાડી મુકામે ગાડી લેવા માટે જાવ છું તેવું કહી ને નીકળ્યા છે પણ રાત્રી સુધી ધરે પરત ન ફરતા પરિવારજનોના મન શંકા કુશંકાઓ થી ઘેરાઈ ગયા હતા.ચિંતાતુર પરિવારજનોએ યુવકને અહીં તહીં સઘળે શોધખોળ કરી પણ ક્યાંય અતો-પતો ન મળતા બીજે દિવસે સવારે સેવાલીયા પોલીસ સ્ટેશને યુવક ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ આપી હતી.બીજા દિવસે રોજ સાંજ ના સુમારે ડાભસર પાસે ના સાઈફન પાસે ઈલ્યાસ ​નો મૃતદેહ અને ગાડી વેગેનાર નંબર જીજે -01-એચ એન 7072 પાણી માં તરતી જોવા મળી હતી. જે અંગે ઠાસરા પોલીસ ને જાણ થતા પી.એસ.આઈ.વિશાલ શાહ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

Advertisement

મૃતકની ઓળખ કરી સેવાલીયા પોલીસ ના માધ્યમથી મૃતકના પરિવાર જનોને જાણ કરી હતી.મૃતક ની લાશ ને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી અને પેનલ ડોકટરો દ્વારા પી એમ કરવામાં આવ્યું એફએસએલ ની ટિમ દ્વારા જરૂરી પુરાવા પણ સ્થળ ઉપર થી એકત્ર કરવામાં આવ્યા છે.આ ઘટના બાબતે ઠાસરા પોલીસે આકસ્મિક મોત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Check Also
Close
Back to top button