નવી દિલ્હી

વ્હૉટસ્‌ એપની નવી નીતિ ત્રણ માસ માટે મોકૂફ, ૧૫મી મેએ આ અંગે આખરી ર્નિણય લેવાશે

નવી દિલ્હી તા.૧૬
વ્હૉટ્‌સ એપની નવી પ્રાઇવસી પોલિસી હાલ પૂરતી ત્રણ માસ માટે ટળી ગઇ હતી. વ્હૉટ્‌સ એપે નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી ત્યારે દુનિયાભરના કરોડો લોકો નારાજ થયા હતા.
એક તબક્કે ખુદ વ્હૉટ્‌સ એપને એવું લાગ્યું હતું કે એના હરીફ ટેલિગ્રામ જેવા જીતી જશે એટલે એણે પોતાની નવી પ્રાઇવસી પોલિસીનો અમલ હાલ પૂરતો ટાળ્યો હતો. એણે એક નિવેદનમાં કહ્યું હતું કે ફેબ્રુઆરીની ૮મીએ કોઇએ પોતાના વહૉટ્‌સ એપ એકાઉન્ટને ડિલિટ નહીં કરવો પડે. અમે કોઇ પણ એકાઉન્ટને ડિલિટ કરવાનો ર્નિણય લીધો નથી અને ભવિષ્યમાં પણ આવી કોઇ યોજના અમે હાથ ધરવાના નથી.
ફેસબુકના માલિકો દ્વારા સંચાલિત આ એપના વ્યવસ્થાપકે વધુમાં કહ્યું કેૈ પ્રાઇવસી અને સિક્યોરિટી કેવી રીતે કામ કરે છે એ બાબતમાં લોકોને વધુ જાણ કરવા અમે નજીકના ભવિષ્યમાં કેટલાક કાર્યો હાથ ધરવાના છીએ. ૧૫મી મેએ અમારી નવી પોલિસીના અમલ બાબત જાહેરાત કરવામાં આવશે. ત્યાં સુધી કોઇએ પોતાના વ્હૉટ્‌સ એપ એકાઉન્ટને ડિલિટ કરવાની જરૂર નથી.
કંપનીએ એવો દાવો કર્યો હતો કે પ્રાઇવસી પોલિસી અંગે અમારા વપરાશકારોમાં કેટલીક ગેરસમજ પ્રવર્તી રહી હતી. એ ગેરસમજ અમારે દૂર કરવી છે એટલે હાલ તુરત ત્રણ મહિના માટે નવી પ્રાઇવસી પોલિસીનો અમલ અમે કરવાના નથી. ૧૫મી મેએ નવો અપડેટ ઓપ્શન ઉપલબ્ધ થાય એ પહેલાં અમે લોકોના મનમાં જે ગેરસમજ છે એ દૂર કરવાનાં પગલાં લઇશું.
અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક વપરાશકારે વ્હૉટ્‌સ એપની નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારવી પડશે અથવા ફેબ્રુઆરીની આઠમીએ પોતાનો એકાઉન્ટ ડિલિટ કરવો પડશે. ઘણા વપરાશકારોએ તો ફેબ્રુઆરીની વાટ જાેવાને બદલે અત્યારે જ ટેલિગ્રામ એપ અપનાવવા માંડી હતી. એ જાેયા પછી વ્હૉટ્‌સ એપને ખ્યાલ આવ્યો તો કે કંઇક કાચું કપાયું હતું. એટલે અત્યારે તો વ્હૉટ્‌સ એપે પોતાની નવી પ્રાઇવસી પોલિસીનો અમલ ત્રણ માસ માટે અટકાવી દીધો હતો.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button