નવી દિલ્હી

નેટથી એક્સ્ટ્રા ઇનકમ મેળવી શકાય

કેટલાક લોકો તો પાર્ટ ટાઇમ નોકરી કરીને પણ એકસ્ટ્રા ઇનકમ મેળવી લેવામાં સફળ રહે છે ઃ સારી કમાણી હોય તો સોને પે સુહાગા છે

આધુનિક ભાગદોડના સમયમાં અને મોંધવારીના સમયમાં દરેક પગારદાર વ્યક્તિત વધારાની આવક મેળવી લેવાના પ્રયાસ કરે છે અને આના માટે જુદા જુદા પ્રયોગો કરતા રહે છે. જાણકાર લોકો કહે છે કે વધારાની આવક અથવા તો એકસ્ટ્રા ઇનમક મેળવી લેવાના જુદા જુદા વિકલ્પ છે. પરંતુ જાે ઘરે બેઠા જ ઇન્ટરનેટ મારફતે એકસ્ટ્‌ા પૈસા આવવા લાગી જાય તો તેના કરતા સારી બાબત શુ હોઇ શકે છે. કેટલાક લોકો પાર્ટ ટાઇમ કામ કરીને પણ જંગી આવક મેળવી લેવામાં સફળ રહે છે. પાર્ટ ટાઇમ કામ પણ જાે સારી આવકની સાથે હોય તે બાબત વધારે સારી સાબિત થઇ શકે છે. યુનિફોર્મ રિસોર્સ લોકેટર પણ એક એવુ કામ છે જેના કારણે સારી કમાણી કરી શકાય છે. આના મારફતે કેટલાક લોકોએ તો એક મહિનામાં જ હજારો રૂપિયાની કમાણી કરવા લાગી ગયા છે. અમે હમેંસા ઇન્ટરનેટ મારફતે કઇ ર
ીતે કમાણી કરી શકાય છે તે અંગે માહિતી આપતા રહીએ છીએ. યુનિફોર્મ રિસોર્સ લોકેટરથી કમાણી કઇ રીતે કરવામાં આવે તે બાબત પણ આજે અમે ચર્ચા કરવા જઇ રહ્યા છીએ. આ ઇન્ટરનેટ મારફતે કમાણી કરવાના સૌથી લોકપ્રિય સાધન તરીકે છે. યુનફોર્મ રિસોર્સ લોકેટર શુ છે તે અંગે સૌથી પહેલા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આનો જવાબ એ છે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર એક એક માધ્યમ છે જેના કારણે સરળતાથી કોઇ પણ લિન્ક શેયર કરવામાં આવી શકે છે. સોશિયલ મિડિયા પર આ ટ્રેડ પણ કરે છે. હકીકતમાં નાના યુનિફોર્મ રિસોર્સ લોકેટર લિન્કને ઇન્ટરનેટ પર સરળતાથી રિડાયરેક્ટ કરી શકાય છે. આ કોઇ પણ સંસ્થાને લોકેટ કરવામાં મદદ કરે છે. ઇન્ટરનેટ પર વાયરલ થનાર મેસેજ,વિડિયો અથવા તો ફોટો પણ તેના દ્વારા વાયરલ હોય છે. ગુગલ જેવી મોટી સંસ્થા યુનિફોર્મ રિસોર્સ લોકેટરને નાના કરવા જેવી સેવા આપે છે. ઇન્ટરનેટ મારફતે આના દ્વારા કમાણી કઇ રીતે થશે તે સીધો પ્રશ્ન છે. ઇન્ટરનેટ પર સોશિલ મિડિયા પર અમે કેટલીક ચીજાે શેયર કરીએ છીએ. યુઆરએલ મારફતે કમાણી કરવા માટે જરૂર છે કે તમે યુઆરએલને નાના કરીને તેને સોશિયલ મિડિયા પર શેયર કરવામાં આવે. આપના દ્વારા શેયર કરવામાં આવેલા યુઆરએલ પર ફ્લેશ થનાર એડને જેટલા યુજર્સ નિહાળે છે તે દ્રષ્ટિથી કંપની આપને પેમેન્ટ કરે છે. લાઇક અને વિજિબિલિટીની દ્રષ્ટિએ આપની કમાણી નક્કી કરવામાં આવે છે. કઇ કંપની તક આપે છે તે અંગે પુછવામાં આવતા પ્રશ્નનો જવાબ એ છે કે એડએફડોટ એલવાય વેબસાઇટને સૌથી વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આના કારણે તમે યુઆરએલને શોર્ટ કરીને સરળતાથી પૈસા કમાવી શકાય છે. આના પર કેટલાક ફિચર્સ રહેલા છે. તેમાં લઘુતમ પેમેન્ટ પાંચ ડોલર છે. જેની ચુકવણી પે પોલના મારફતે આપના બેંક ખાતામાં આવે છે.
આપના દ્વારા ઉભા કરવામાં આવેલા યુઆરએલ પર કેટલા હિટ્‌સ આવે છે તેના અંગે પણ માહિતી મળે છે. વેબસાઇટ દ્વારા નક્કી કરવામાં આવેલા યુઆરએલ પર દરેક દેશમાં અલગ અલગ રેટ નક્કી કરવામાં આવેલા છે. જે કાસ્ટ વ્યુ પર આધારિત હોય છે. ભારતમાં આ ૧.૦૯ ડોલર પ્રતિ ૧૦૦૦ વ્યુ છે. એટલે કે ૭૦.૮૫ રૂપિયાની દ્રષ્ટિએ નાણાં ચુકવે છે. ઘેર બેઠા દરરોજ હજારો રૂપિયાની કમાણી કરી શકાય છે. એડીવી ડોટ -૨ પરથી પણ યુઆરએલને નાના કરીને એક ચોક્કસ રકમ મેળવી શકાય છે. તેમાં ખાસ બાબત એ છે કે તેના પર તમે એક વખતમાં ૧૦૦ અથવા તો તેનાથી વધારે યુઆરએલ એક સાથે નાના કરીને કામ કરી શકો છો. આ વેબસાઇટ પર પરફોર્મિંગ મીટર દ્વારા કેટલાક પગલા લેવામાં આવે છે.
અલબત્ત ભારતમાં તેના દ્વારા મળતી રકમ પ્રમાણમાં ઓછી છે. આ વેબસાઇટ ભારતમાં એક લિન્ક પર ૧૦૦૦ વ્યુ આવવાની સ્થિતીમાં ૦.૪૧ ડોલર અથવા તો ૨૬ રૂપિયા આપે છે. લિન્ક બક્સ પણ આ રીતે કામ કરે છે. આના મારફતે યુઆરએલને નાના કરીને પોતાના સોશિયલ નેટવર્ક પર અથવા તો પોતાની વેબસાઇટ પર શેયર કરી શકાય છે. ભારતમાં આ વેબસાઇટસ ૦.૯૧ ડોલર અથવા તો ૫૮ રૂપિયા પ્રતિ વ્યુ આપે છે. હાલમાં એક્સ્ટ્રા આવકની બોલબાલા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button