આણંદ

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા આણંદ જીલ્લા ‘કમલમ્‌’નું ૨૧મી જાન્યુઆરીએ ખાતમુર્હુત

આણંદ, તા. ૧૯
આણંદ જીલ્લા ભાજપના કમલમ્‌ કાર્યાલયનું તા. ૨૧ જાન્યુઆરીના રોજ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ખાતમુર્હુત રાખનાર છે. આણંદના બોરસદ રોડ પર આવેલ નાવલી ખાતે નવીન કમલમ્‌ કાર્યાલય નિર્માણ પામનાર છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદિપસિંહ વાઘેલા અને કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) જ્યારે અતિથિ વિશેષમાં મંત્રી જયદ્રથસિંહ પરમાર, આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ અને આણંદ જીલ્લા સાંસદ મિતેષભાઈ પટેલ અને આણંદ જીલ્લા ચુંટણી ઈન્ચાર્જ શબ્દશરણ ભ્રહ્મભટ્ટ, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ધારાસભ્ય મયુર રાવલ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલનું અભિવાદન સમારોહ પણ યોજવામાં આવનાર છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાાર્યકરો ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળેલ છે. આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવનાર
છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button