આણંદ નગરપાલિકાના ૧૩ વોર્ડના બાવન ઉમેદવારોની સત્તા ૧.૭૫ લાખ મતદારો નક્કી કરશે
હાલ તો દરે વોર્ડમાં પાંચ થી છ હજાર મતદારોને મનાવવા માટે અત્યારથી ચુંટણી ઈચ્છુકો હવાતીયા મારી રહ્યા છે

આણંદ, તા. ૨૩
સ્થાનિક સ્વરાજની ચુંટણીની જાહેરાત ટુંક સમયમાં થનાર છે ત્યારે આણંદ નગરપાલિકામાં ૧૩ વોર્ડમાં બાવન ઉમેદવારોની વિવિધ જગ્યા માટે ભાજપ કોગ્રેંસ સહિત અન્ય પક્ષોના ઉમેદવારો ઝુકાવનાર છે. ત્યારે છેલ્લી ટર્મમાં કાઉન્સીલર રહેલા તમામ સભ્યોએ પણ પોતાને પુનઃ ટીકીટ મળી અને ચુંટણી જંગના મેદાનમાં ઉતારવાની તૈયારીઓ આરંભી દીધી છે. આણંદ શહેરના તેર વોર્ડમાં ૩૦૮૦૦૦ મતદારો છે. આમ દરેક વોર્ડમાં સાત થી આઠ મતદારો દ્વારા જે તે વોર્ડના ચાર ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. હાલના સંજાેગોમાં તો પુર્વ કાઉન્સીલરો અને ચુંટણી લડવા ઈચ્છતા નવયુવાનો પણ પોતાના વિસ્તારમાં મતદારોને યાદ કરીને ઘેર ઘેર સંપર્ક પણ ચાલું કર્યો છે ત્યારે હાલમાં રોડ રસ્તાના કામો પણ સત્વરે પુર્ણ થાય તે માટે કાઉન્સીલરો કામે લાગી ગયા છે.
આણંદ શહેરમાં છેલ્લા વીસેક વર્ષથી ભાજપની સત્તા છે. દરેક વખતે ભાજપ બહુમતીના જાેરે સત્તા હાંસલ કરે છે. ૨૦૦૧ માં ભાજપે ભારે સંઘર્ષ કરીને પાલિકામાં બહુમતી મેળવી હતી. ત્યારબાદ અનેક આંટીઘુંટી વચ્ચે પણ સતત ભાજપ દ્વારા પાલિકાની ધુરા સંભાળવામાં આવી છે. જાેકે આ વીસ વર્ષના ગાળા દરમિયાન શહેરના રુપરંગ બદલાયા છે પરંતુ શહેરના છેવાડાના અને પુર્વ વિસ્તારમાં આજે પણ પુરતા પ્રમાણમાં કામગીરી નહી થઈ હોવાનો વસવસો સ્થાનિક લોકો કરી રહ્યા છે. શહેરના મધ્યભાગમાં ભાજપનું ભારે વર્ચસ્વ છે. છ વોર્ડમાં ભાજપના ઉમેદવારો ચુંટાય છે. જ્યારે બાકીના સાત વોર્ડમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામે છે. આ વખતે આણંદ શહેરમાં નવા મતદારો ઉમેરાતા અંદાજે પોણા બે લાખ મતદારો દ્વારા નગરપાલિકાની સત્તાનું ભાવિ નક્કી કરશે. ખાસ કરીને આણંદ શહેરના વોર્ડ નં. ૨, ૩ અને ૪, ૫ ને પુર્વ વિસ્તારમાં ભારે સંઘર્ષ જાેવા મળે છે. જ્યારે વોર્ડ નં. ૧૨, ૧૩ માં પણ આજ રીતે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાય છે. ત્યારે હાલમાં તમામ વોર્ડમાં પુરજાેશમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. જાેકે દર વખતે થોડો ગણગણાત પરંતુ આખરે સત્તા તો બીજેપીના હાથમાં હોય છે. પરંતુ આ વખતે ભાજપ મોવડી મંડળ દ્વારા વર્ષોથી ચુંટાતા કાઉન્સીલરોની જગ્યાએ નવા યુવકોને તક આપવાનું વિચારી રહી છે ત્યારે જાેવાનું એ રહ્યું કે ભાજપનું વર્ચસ્વ ધરાવતા વોર્ડમાં કેવો ફેરફાર થાય છે. તો બીજીબાજુ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ વખતે પોતાની બેઠકો વધારી સત્તા મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જાેકે બંને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારીની પસંદગી માટેનો આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા બે દિવસમાં જ ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોને સાંભળવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરીને મોવડી મંડળને જે તે વોર્ડના નામોની યાદી મોકલવામાં આવશે. તેમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીને મેદાનમાં ઉતારવામાં આવશે. તેવી જ રીતે પણ ભાજપમાં તૈયારીઓ ચાલી રહી છે. જાેકે ભાજપમાં કેટલાક નામો તો નક્કી જ છે. માત્ર નવા ઉમેદવારોમાં કોને ઉતારવામાં આવે છે તેના ઉપર સૌની નજર રહેલી છે.