નવી દિલ્હી

દેશમાં ફરી તીવ્ર ઠંડીનુ મોજુ

નવી દિલ્હી,તા.૨૫
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીથી લોકો ફરી એકવાર પરેશાન થયા છે. ગુજરાત સહિતના રાજ્યોમાં ફરી ઠંડીથી જનજીવન પર અસર થઇ છે. રાજસ્તાન, ગુજરાત, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં મોટા ભાગના વિસ્તારોમાં પારો ફરી ગગડી ગયો છે. જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન હજુ માઇનસમાં છે જેથી જનજીવન ખોરવાઇ ગયુ છે. હાલમાં રાજ્યમાં લોકોને ઠંડીથી કોઇ રાહત નહીં મળે તેવી વકી છે.. જમ્મુ કાશ્મીરમાં દાલ સરોવરમાં ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં મોટા ભાગના વિસ્તારમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં કેટલાક ભાગોમાં હજુ હિમવર્ષા થઇ રહી છે. રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ઉપરાંત રાજસ્થાન , બિહારમાં ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે લોકો પરેશાન છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button