આણંદ

ભારતની પ્રજા રાષ્ટ્રીય પર્વ ખૂબ ભવ્ય રીતે ઉજવે છે.ભારતીય આઝાદીના સંઘર્ષો અને બલિદાન ને યાદ અપાવતા અને રાષ્ટ્રીય ગૌરવ અને સ્વાભિમાનના સંસ્કારને પોષીત કરતા આ રાષ્ટ્રીય ઉત્સવ વિદેશમાં વસતા ભારતીયો પણ ખૂબ ઉત્સાહ અને આત્મગૌરવ સાથે ઉજવતા હોય છે.ભારતીયોએ વૈશ્વિક સ્તરે વિવિધ દેશોમાં રાજકીય ,સામાજિક ,અને આર્થિક રીતે મજબૂત થઈ રહ્યા છે.

અમેરિકામાં ભારતીયો ઘણા સ્ટેટમાં સીટી કાઉન્સિલમાં ચૂંટાઈ મહત્વના પદો ઉપર નિયુક્ત થઈ રાજકીય નેતૃત્વ કરી રહ્યા છે.ભારતીય ગમે ત્યાં હોય ભારતીયતાની મહેંક પ્રસરાવે છે.કેલિફોર્નિયા માં વસતા ભારતીયો ધાર્મિક તહેવારો જે ધામધૂમ થી ઉજવે છે તેટલી જ સભ્યતા સાથે 72માં પ્રજાસત્તાક દિને આઝાદીના સંઘર્ષોને નમન કરી બલિદાની વીર પુરુષોને યાદ કરી રાષ્ટ્રગાન સાથે સલામ કરી તિરંગાને માન સમ્માન આપ્યું હતું.મહત્વનું છે કે અમેરિકન રાજકીય આગેવાનો પણ ભારતીયોને આ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીયો દ્વારા દર વર્ષે પ્રજાકસત્તાક પર્વની સામુહિક રીતે ભારતીય રાષ્ટ્રીય પરંપરા અને સમ્માન સાથે ઉજવણી કરે હતી. કોરોના કાળને લઈ આ વર્ષે ભારતીયોની સંસ્થા ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ,જૈન સોશિયલ ગૃપ અને લેબોન હોસ્પિટલીટી ગૃપ પ્રતિનિધિઓ અને અગ્રણી નાગરિકો દ્વારા બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરીટોઝના મેયર સાથે 72મો પ્રજાકસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો હતો.

આ વરસે કોવિડના કારણે નિયંત્રણો હોય, ભારતીયોના સંસ્થાના પ્રતિનિધિઓએ સિટી ઓફ સેરીટોઝના મેયર નરેશ સોલંકી, બેવર્લી હિલ્સના મેયર કાઉન્સિલર ડો. જુલિયન ગોલ્ડ અને સેનેટ સભ્ય હેન્રી સ્ટર્ન સાથે ઉજવણી કરી હતી. જ્યારે 58 મી એસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાએ વીડિયો સંદેશો જારી કરી સૌને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

 

સિટી ઓફ સેરીટોઝના મેયર નરેશ સોલંકી મૂળ બારડોલી તાલુકાના વતની છે. અમેરિકા અને દેશ-વિદેશના ભારતીયોને પ્રજાકસત્તાક અને દેશ-વિદેશના ભારતીયોને પ્રજાકસત્તાક પર્વની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, અમે બધાં ભેગા મળી દર વર્ષે ભારતના રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ. જેની ખૂબ આનંદ સાથે ઉજવણી કરીઍ છીએ.કોવિડમાં સૌને માસ્ક પહેરવા અને કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

Advertisement

આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસ એ ભારત દેશ ના સાર્વભોમત્વનું પ્રતિક છે. 130 કરોડ લોકોનો દેશ દિલથી દિલ મેળવીને પ્રજાકસત્તાક પર્વ ઉજવે છે. અહીં અમેરિકામાં અમે પણ સૌ રાષ્ટ્રીય સમ્માન અને ગૌરવ સાથે પ્રજાકસત્તાક દિન ઉજવીએ છીએ. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજની સલામી અર્પણ કરવામાં આવે છે. ભારત કોરોનાની રસી વિશ્વના અન્ય દેશને આપીને માનવતાનું મોટું કાર્ય કરી રહ્યો છે. કોરોના મહામારીના કાળમાં માનવતા ના મૂલ્યો અને સંસ્કાર વિશ્વિક સ્તરે ઉજાગર કરતા ભારત દેશના નેતૃત્વએ વિશ્વમાં ગૌરવશાળી સ્થાન મેળવ્યું છે.

ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ આપણે ભારતીયો પ્રજાકસત્તાક બન્યા. આ રાષ્ટ્રીય પર્વની અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ ઉજવણી કરવામાં આવે છે જેમાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે છે. આ વર્ષે કોવિડને કારણે એ શક્ય નથી ત્યારે અમે અગ્રણીઓએ નિશ્ચિત સંખ્યામાં એકઠા થઇ ઉજવણી કરી છે. ભારતના એક્તા અને બંધુત્વના આદર્શો હવે વૈશ્વિક બની ગયા છે.

Advertisement

58મી ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાઍ જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારત બન્ને લોકતંત્રમાં એક પ્રકારની વિશિષ્ટતા ધરાવે છે. અમેરિકા સૌથી જૂની લોકશાહી છે તો ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વિવિધતા ધરાવતો ભારત દેશ લોકશાહી મૂલ્યો દ્વારા વિશ્વને પ્રેરણા આપી રહ્ના છે. અનેક ધર્મો, ભાષાઓ, પ્રાંતીય સંસ્કૃતિ ધરાવતું હોવા છતાં હળીમળીને રહીને વિશ્વને સર્વસમાવેશી વિકાસનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ભારતીયો હળી મળીને રહેવાની ભાવનાથી જાણીતા છે તેઓ જ્યાં રહે છે ત્યાં ભળી જાય છે. અમેરિકામાં આજે લાખોની સંખ્યામાં ભારતીયો વસે છે જેનો અમેરિકાના વિકાસમાં ફાળો રહયો છે. આ બધું ભારતીયોના લોકતંત્રના મૂલ્યોને કારણે બન્યું છે.

બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરિટોઝ ખાતે થયેલી ઉજવણીમાં જૈન સોશિયલ ગ્રુપના રાજેન્દ્ર વોરા, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડેન્ટ પી.કે.નાયક તથા ઓર્સેટિયા ચેમ્બરના વાઈસ પ્રેસિડન્ટ અનિલભાઇ દેસાઇ હાજર રહયા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button