લોકોને ઉશ્કેરતા ન્યૂઝ કાર્યક્રમો પર નિયંત્રણ લાદો ઃ કેન્દ્રને સુપ્રીમનો નિર્દેશ

નવી દિલ્હી, તા. ૨૯
ટેલિવિઝન પર ઉશ્કેરણીજનક કાર્યક્રમો અને ન્યૂઝ પ્રોગ્રામ્સ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે આવા ન્યૂઝ કાર્યક્રમો રોકવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કશું જ પણ નહીં કરવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.
અદાલતે કહ્યું કે ઉશ્કેરણીજનક ન્યૂઝ કાર્યક્રમો રોકવા માટે કેન્દ્ર સરકાર જરૂરી ઉપાયો કરે અને આ સંબંધમાં બનાવાયેલા કાયદાઓને વધુ કડક બનાવે. દેશમાં કાયદો અને વ્યવસૃથા જાળવવા ઉશ્કેરણીજનક કાર્યક્રમો બંધ થવા ખૂબ જ મહત્વના છે અને સરકાર તેમાં કશું જ નથી કરી રહી.મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે તુષાર મહેતાને જણાવ્યું કે હકીકત એ છે કે કેટલાક એવા કાર્યક્રમો છે, જેના કારણે લોકોની ભાવનાઓ ઉશ્કેરાય છે અને સરકાર તરીકે તમે આ અંગે કશું જ નથી કરી રહ્યા. ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા ભડકી ઊઠી હતી. આ દરમિયાન ઈન્ટરનેટ સેવા બંધ કરવી પડી.આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ નિષ્પક્ષ અને વાસ્તવિક રિપોર્ટિંગ ના થવા અંગે ચિંતા વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે આવા ન્યૂઝ કાર્યક્રમોનો ઉપયોગ અન્યોને ઉશ્કેરવા માટે થાય છે ત્યારે સમસ્યા ઊભી થાય છે. આ બાબતમાં કેન્દ્ર સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતા અદાલતમાં હાજર થયા હતા. આ બેન્ચમાં જસ્ટિસ એ.એસ. બોપન્ના, વી. રામાસુબ્રમણ્યમ સામેલ હતા.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે કેટલાક એવા પણ ટીવી કાર્યક્રમ છે, જે એક જૂથને ઉશ્કેરે છે, પરંતુ સરકાર તરીકે તમે કશું જ નથી કરી રહ્યા. આ સાથે મુખ્ય ન્યાયાધીશે ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પ્રજાસત્તાક દિને તમે ઈન્ટરનેટ અને મોબાઈલ બંધ કરી દીધા કારણ કે ખેડૂતો દિલ્હી જઈ રહ્યા હતા.મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ એવી સમસ્યાઓ છે, જે ગમે ત્યાં ઊભી થઈ શકે છે. કોર્ટે કહ્યું કે સરકારે કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યુલેશન) એક્ટને નવેસરથી વ્યાખ્યાઈત કરવો જાેઈએ. કાયદામાં માત્ર એક લાઈન પણ ઘણું કરી શકે છે.આ બેન્ચ ગયા વર્ષે કોવિડ-૧૯ મહામારી દરમિયાન તબલિગી જમાત અંગે થયેલા મીડિયા રિપોર્ટિંગ સંબંધિત એક અરજીની સુનાવણી કરી રહી છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં દિલ્હીમાં નિઝામુદ્દિન મરકઝમાં હજારો ભારતીય અને વિદેશથી આવેલા લોકોનો જમાવડો થયો હતો.
તેમના પર દેશમાં કોરોના મહામારી ફેલાવવાનો આરોપ મૂકાયો હતો. એવું પણ કહેવાયું હતું કે, અલગ અલગ દેશોથી આવેલા આ લોકોમાં કોરોનાના લક્ષણ હતા