નવી દિલ્હી

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અરવિંદ જાેશીનું નિધન

પરેશ રાવલ સહિતના કલાકારોએ આપી શ્રધ્ધાંજલિ

 

અમદાવાદ,તા.૨૯
ગુજરાતી રંગભૂમિ અને સિને જગતના જાણીતા કલાકાર અરવિંદ જાેશીનું અવસાન થયું છે. બોલિવુડ એક્ટર શરમન જાેશી અને એક્ટ્રેસ માનસી જાેશીના પિતા અરવિંદભાઈનું આજે વહેલી સવારે નિધન થયું છે. મળતી માહિતી અનુસાર મુંબઈમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.અરવિંદ જાેશીના અવસાન પર દિગ્ગજ કલાકાર પરેશ રાવલે પણ ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. પરેશ રાવલે લખ્યું, ભારતીય નાટ્યજગતમાં ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. ભારે હૈયે જાણીતા એક્ટર શ્રી અરવિંદ જાેશીને વિદાય આપીએ છીએ. જ્યારે પણ હું તેમના વિશે વિચારું છું ત્યારે વર્સેટાઈલ એક્ટર, સંપૂર્ણ કલાકાર જેવા શબ્દો સ્ફૂરે છે. શરમન જાેશી અને પરિવારને મારી સાંત્વના. ઓમ શાંતિ.
અરવિંદ જાેશી ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર હતા. તેમણે નિમર્તિા, નિર્દેશક, દિગ્દર્શક અને લેખક તરીકે પણ કામગીરી કરી છે. તેઓ જાણીતા નાટ્યકાર પ્રવીણ જાેશીના ભાઈ હતા. શરમન જાેશી અને માનસી જાેશીએ અભિનયની શરૂઆત પિતા અરવિંદ જાેશી અને કાકા પ્રવીણ જાેશી સાથે જ કરી હતી. અરવિંદ જાેશી ઘણા લોકોના મેન્ટર પણ રહી ચૂક્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button