નવી દિલ્હી

હિંસક પ્રદર્શનમાં સામેલ થનારને નોકરી નહીં નોકરી અંગે નીતિશની ઘોષણા

નીતિશ સરકારના નિર્ણય બાદ ભારે હોબાળો તેમજ રોષ

 

નવી દિલ્હી,તા.૩
બિહારમાં સરકારની સામે વિરોધ પ્રદર્શન હવે લોકોને અને ખાસ કરીને યુવાનોને ભારે પડી શકે છે. કારણ કે બિહાર સરકારે એક નવો આદેશ જારી કરી દીધો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં હિંસક પ્રદર્શનમાં સામેલ થનાર લોકોને સરકારી નોકરી આપવામાં આવશે નહીં. આ પહેલા નીતિશ કુમારની સરકારમાં પોલીસે સોશિયલ મિડિયા પર વિચાર કરીને લખવા માટે કહ્યુ હતુ. બિહાર પોલીસે સોશિયલ મિડિયા પર કોઇ જન પ્રતિનિધી અથવા તો સરકારી અધિકારી પર અમર્યાદિત ટિપ્પણી કરવાના મામલે કાયદાકીય કાર્યવાહી કરવા માટેના નિર્દેશ જારી કર્યા હતા. હવે નિતીશ સરકાર તરફથી જારી કરવામાં આવેલા નવેસરના ફરમાનમાં કહેવામાં આવ્યુ છે કે વિરોધ પ્રદર્શન, માર્ગો પર જામ, અથવા તો અન્ય કોઇ મામલે હોબાળો થયો તો આવા વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોને સરકારી નોકરી આપવામાં આવશે નહીં. સાથે સાથે કોઇ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન માર્ગો પર ચક્કાજામ કરવાની બાબત, હિંસા ફેલાવવાની બાબત તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીમાં અડચણો ઉભી કરવાની બાબત અપરાધ સમાન છે. જાે આવા મામલામાં પોલીસ ચાર્જશીટ દાખલ કરી દે છે તો તેમનો પોલીસ વેરિફિકેશનમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. આવી સ્થિતીમાં સરકારી નોકરી અને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે નહીં. રાજ્ય સરકાર સાથે જાેડાયેલા કોન્ટ્રાક્ટમાં ચારિત્ર્‌ય પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યા બાદ ભારે ચર્ચા છે. પોલીસ વેરિફેક્શનને લઇને પણ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિહાર સરકારના નિર્ણયના કારણે તમામ લોકો નારાજ દેખાઇ રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button