આણંદ

વઘાસી જલારામ સોસાયટીમાંથી મોટરસાયકલની ચોરી

આણંદ, તા. ૪
આણંદ તાલુકાના વઘાસી ગામે આવેલી જલારામ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ મોટરસાયકલ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાનો બનાવ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી વિગતો અનુસાર વઘાસી ગામે જલારામ સોસાયટીમાં રહેતા અને મુળ ઠાસરા ગામના રહીશ પ્રશાંતકુમાર ભરતભાઈ ચાવડા હિન્દુસ્તાન માઈક્રો ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે. જેઓએ પોતાની મોટરસાયકલ કિં.રુા. ૪૦ હજારની પોતાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. જે રાત્રીના સુમારે તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. સવારે ૭-૩૦ વાગે તેઓએ પોતાની મોટરસાયકલ નહી જાેતા મોટરસાયકલની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોટરસાયકલનો કોઈ પત્તો નહી લાગતા તેઓએ આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button