આણંદ

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પરપ્રાંતિય મહિલાની પ્રસુતિ કરાવી બાળકનો જીવ બચાવ્યો

આણંદ, તા. ૫
આણંદ તાલુકાના સુંદણ ગામન ચમન શેઠના ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા પરિવારની મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેને ૧૦૮ ની એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલમાં લઈ જવા માટે ૧૦૮ ની એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી. પરંતુ ૧૦૮ ની ટીમે તપાસ કરતા મહિલાને પ્રસવ પીડા અસહ્ય વધી જતા ટીમે રસ્તામાં મહિલાની પ્રસુતિ કરાવી બાળકના ગળાના ભાગે વીંટળાયેલી નાળ દુર કરી બાળકનો જીવ બચાવ્યો હતો અને બાળક અને તેની માતાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વાસદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.

મળતી વિગતો અનુસાર સુંદણ ગામે આવેલા ચમન શેઠના ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા સહેજાદભાઈની પત્ની સાહીનબેનને પ્રસવ પીડા ઉપડતા ભઠ્ઠાના માલિકે મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલમાં લઈ જવા ૧૦૮ ની એમ્બ્યુલન્સ ટીમને ફોન કરતા ૧૦૮ ની એમ્બ્યુલન્સ પ્રસુતાને લઈને વાસદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં સાહીનબેન સૈયદને પ્રસવ પીડા અસહ્ય થતાં ૧૦૮ ની ટીમે ઈએમટી કમલેશભાઈ અને પાયલોટ રમેશભાઈને તપાસ કરતા મહિલાને અસહ્ય પ્રસવ પીડા હોય તાત્કાલિક ધોરણે તેણીની પ્રસુતિ કરાવી પડે તેમ હોય તેઓએ તાત્કાલિક ૧૦૮ ની એમ્બ્યુલન્સને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. અને તપાસ કરતા ગર્ભમાં રહેતા બાળકના ગળાની આસપાસ નાળ વીંટળાઈ ગઈ હતી અને જાે તાત્કાલિક પ્રસુતિ કરાવામાં ન આવે તો બાળકનો જીવ જાેખમમાં મુકાય તેમ હતો. જેથી તેઓએ તાત્કાલિક ધોરણે મહિલાની રસ્તામાં એમ્બ્યુલન્સ વાનમાં જટીલ પ્રસુતિને સફળતાપુર્વક કરાવી ઈએમટી કમલેશભાઈએ તાલીમ દરમિયાન શીખેલી ફીઝીશીયનની સલાહ મુજબ સફળ પ્રસુતિ કરાવી બાળક અને માતા અને બંનેનું જીવન બચાવ્યું હતું. ત્યારબાદ માતા બાળક બંનેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વાસદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button