નવી દિલ્હી

ઓસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનુ ૯૧ વર્ષની વયે નિધન

નવી દિલ્હી, તા. ૦૬
ઓસ્કાર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું શુક્રવારે ૯૧ વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા મેનેજર લો પીટે આ જાણકારી આપી છે. આ મહાન અભિનેતાએ દુનિયાને અલવિદા કહેતા ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને દરેક તેના શ્રેષ્ઠ કામને યાદ કરીને ભાવુક થઈ રહ્યાં છે. ૫ દાયકા કરતા પણ વધારે ફિલ્મી સફર ખેડનારા ક્રિસ્ટોફર પ્લમરે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.
એક ઓસ્કર એવોર્ડ, બે ટોની એવોર્ડ અને બે એમી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી ચુકેલા પ્લમરને તેમની ફિલ્મ ધ સાઉન્ડ ઓફ મ્યૂઝિક માટે ઘણી પ્રશંસા મળી હતી.
તેમણે પોતાના કરિયરમાં લેખક શેક્સપિયરના પણ ઘણાં કિરદારને મોટા પડદે જીવિત કર્યાં હતા. જે અંદાજમાં તેઓ તે કિરદાર નિભાવતા હતા. તે કારણે તેમણે સૌ કોઈના દિલોમાં અલગ સ્થાવ મેળવ્યું હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button