નવી દિલ્હી

આમિર ખાને એલી એવરામ સાથે કર્યું ડાન્સ નંબરનું શૂટિંગ

મુંબઇ,તા.૦૬
હાલમાં જ જયપુરમાં એક ડાન્સ નંબરના શૂટિંગમાં આમિર ખાન અને એલી એવરામ જાેવા મળ્યા હતા. આમિરે પોતાના મિત્ર માટે એક ફિલ્મમાં મહેમાન ભૂમિકા કરવા રાજી થયો છે.
આમિર અને એલીએવરામનું ડાન્સ નંબર સાથેનું એક પિકચર સોશિયલ મીડિયા પર જાેવા મળે છે. કહેવાય છે કે, આ ફિલ્મમાં આમિર ગેસ્ટઅપિરિયન્સમાં જાેવા મળવાનો છે. આમિર આ ફિલ્મ પોતાના ખાસ મિત્ર અમીન માટે કરી છે. આ ફિલ્મ દ્વારા અમિન ડાયરેકટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. અમીન હાજીએ આમિરને પોતાી ફિલ્મમાં ડાન્સ કરવા માટે ખાસ વિનંતી કરી હતી. આમિરે દોસ્તી ખાતિર આ ડાન્સ નંબર સહર્ષ સ્વીકારી લીધો હતો.
એલી એવરામ સાથે ડાન્સ કરતાં આમિરે જણાવ્યું હતું કે, તેણે દોસ્તીને કારણે આ ફિલ્મ કરી છે. આ માટે તેણે તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવું પડયુ ંહતું.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button