આણંદટૉપ ન્યૂઝ

ડભાસી પાસે હાઈવે પર ચક્કાજામ ગ્રામજનોએ પોલીસ પર કર્યો પથ્થરમારો : જાણો શું હતી સમગ્ર ઘટના

આણંદ, તા. ૫
બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રીપોઇન્ટ ન હોવાથી ગ્રામજનો દ્વારા પ્રવેશ પોઈન્ટ આપવાની માંગ સાથે આજે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ચક્કાજામ કરતા ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરતા મામલો બીચક્યો હતો અને ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કરતા આઠથી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. અને પોલીસ ઓછી હોય અને ગ્રામજનો મોટી સંખ્યામાં હોય પોલીસને ખેતર પારના રસ્તે જીવ બચાવવા ભાગવું પડ્યું હતું અને ગ્રામજનો હાઈવે પર બંને તરફ બેસી ગયા હતા અને ચક્કાજામ કરી દીધો હતો.
મળતી વિગતો અનુસાર ડભાસી ગામની ૬ હજારની વસ્તી છે. જેમાંથી ૩ હજાર લોકો રોડની સામેની સાઇડ ઉત્તરદિશામાં રહે છે.તેઓને ગામમાં અવરજવર કરવા માટે કોઇ રસ્તો ન હોવાથી પારંવાર મુશ્કેલીઓ પડે છે.તેમજ પ્રાથમિક શાળા અને ૨ આંગણવાડી સામે આવેલી છે.જેથી બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી ઓ પડે તેમ છે.ત્યારે રોડનું કામ શરૂ થાય તે પહેલા ડભાસી પાટીયા પાસે ૬ લેને નીચે ગરનાળુ મુકીને અવરજવરનો રસ્તો આપવા આવે તેવી માંગ સાથે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ અને સાંસદ મિતેશ પટેલને તેમજ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કી હતી. તેમ છતાં ગામના પ્રવેશ પોઈન્ટ અંગે કોઈ કાર્યવાહી નહી કરતા આજે ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરી લીધો હતો. જેને લઈને પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગ્રામજનોને સમજાવ્યા હતા ત્યારે ગ્રામજનોએ પણ પ્રતિક આંદોલનરુપે માત્ર પાંચ મીનીટ ચક્કાજામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ ડીવાયએસપી આર. એલ. સોલંકી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તેઓએ અચાનક ચક્કાજામ કરતા ગ્રામજનો પર લાઠીચાર્જ શરુ કરી દીધો હતો. જેને લઈને ચક્કાજામ કરતા ગ્રામજનો ઉશ્કેરાયા હતા. અને તેઓએ પોલીસ પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. પોલીસ ઓછી હોય અને ગ્રામજનોની સંખ્યા વધુ હોય પોલીસને જીવ બચાવવા માટે ખેતર પાર ભાગવું પડ્યું હતું. તેમજ આ પથ્થરમારામાં આઠથી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. જ્યારે આઠથી વધુ પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને લઈને તંગદીલી ફેલાઈ જવા પામી હતી અને ગ્રામજનોએ હાઈવેેની બંને તરફ બેસી જઈ ચક્કાજામ કર્યું હતું.

Advertisement

આ ઘટનાને લઈને આણંદના એસ. પી. અજીત રાજીયાણ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ જીલ્લાભરની પોલીસકુમક સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મામલો કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા તેમજ ચક્કાજામ કરી બેઠેલા ગ્રામજનોને ભગાડ્યા હતા.
જાેકે ગ્રામજનોએ હાઈવે પર કપચીની ગાડીઓ ખાલી કરાવી દેતા હાઈવે બંધ થઈ ગયો હતો. જેથી પોલીસે માર્ગ પરથી કપચી હટાવાની કામગીરી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button