નવી દિલ્હી

બીજા તબક્કામાં પણ પાટિલની એ જ ફોર્મ્યુલા હશે

પાર્ટી પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના ઉમેદવારોમાં ૬૦ વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ નહીં આપે, સગાવાદ પણ નહીં

 

નવી દીલ્હી,તા.૮
ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નક્કી કરેલી ફોર્મ્યુલાનો પણ પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ અમલ શરૂ કરવામાં આવ્યો છે. ચાર દિવસ સુધી ચાલનારી પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં ૬૦ વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકીટ નહીં મળે. ત્રણ ટર્મથી ચૂંટાયેલા ઉમેદવારોને રિપીટ નહીં કરાય અને સગાવહાલાને ટિકીટ નહીં અપાય. પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે ચાર દિવસની બેઠકમાં ચાર ઝોન પ્રમાણે ચચર્નિા અંતે ૧૧મી ફેબ્રુઆરીએ નામોની જાહેરાત થવાની સંભાવના છે. પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું ૮મી ફેબ્રુઆરીએ બહાર પડશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૩મી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી છે. ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ૫૭૬ બેઠકો, ૫૬ પાલિકાની ૨૦૮૮ બેઠકો, ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૮ બેઠકો તેમજ ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૮ બેઠકોની ચૂંટણી નિયત કરવામાં આવેલી છે. કુલ ૮૪૩૦ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ્નો ગોલ ૭૫૦૦ બેઠકો મેળવવાનો છે પરંતુ તેના માટે પાર્ટીના સિનિયર કાર્યકરોનો અસંતોષ વધી રહ્યો છે તે જાેતાં આ ગોલ સિદ્ધ થાય છે કે કેમ તે મતદાન સમયે પાર્ટીના પ્રદેશ નેતાઓને ખબર પડશે.
ગુજરાતની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગીમાં ત્રણ બાબતો મુખ્ય જાેવા મળી છે. ૬૦ વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકીટ આપવામાં આવી નથી. ત્રણ ટર્મથી વિજેતા થતા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા નથી તેમજ ખાસ કિસ્સા સિવાય સગાવહાલાને ટિકીટ આપવામાં આવી નથી. આ ફોર્મ્યુલા પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીમાં પણ આગળ વધારવામાં આવી છે. ચાર દિવસની ચચર્મિાં આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.
ગુજરાતમાં સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં ભાજપ્ને અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને ચૂંટણીને સફળતા મળે છે પરંતુ આ વખતે ભાજપે ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની સંસ્થાઓ કબજે કરવા માટે સ્ટેટેજી બનાવી છે કે જેથી વિધાનસભાની આવતા વર્ષે આવનારી ચૂંટણીમાં મોટો ફાયદો થઇ શકે. પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું હતું કે ભાજપે વિધાનસભામાં ૧૫૦ પ્લસ બેઠકો મેળવવાનો ટારગેટ રાખ્યો છે તેથી ૮૦ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ્નો વિજય મહત્વનો છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button