આત્મીય ફિલ્ડકોન પ્રા. લિ. દ્વારા કર્મચારીઓને સવેતન રજા

આણંદ, તા. ૨૧
હાલમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને આત્મીય ફિલ્ડકોન પ્રા. લિ. દ્વારા રાષ્ટ્રીય હિતમાં તેઓના ઉદ્યોગગૃહના તમામ પ્રકારના કામકાજા અચોક્કસ મુદત માટે બંધ કરી તમામ કર્મચારીઓને સવેતન રજાઓ આપી ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. આત્મીય ફિલ્ડકોન પ્રા. લિ. રાષ્ટ્રના એક જવાબદાર અગ્રણી ઉદ્યોગ ગૃહ હોવાના નાતે નોવેલ કોરોના કોવીડ ૧૯ વાયરસને કારણે વિશ્વભરમાં ફેલાયેલી મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ તાકીદે કંપનીની બોર્ડ બેઠક બોલાવી જેમાં સંપુર્ણ દેશ આ પ્રકારના વિષાણુ મુક્ત થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્ત માટે તઓના ઉદ્યોગ ગૃહના તમામ પ્રકારના કામકાજા બંધ કરવામાં આવ્યા છે. અને તમામ કર્મચારીઓને સવેતન રજાઓ આપી દેવામાં આવી છે. ઉદ્યોગ ગૃહો જ્યાં સુધી બંધ રહે ત્યાં સુધી તમામ કર્મચારીઓને પુર્ણ વેતન આપવામાં આવશે. તેમજ મહામારીનો આ વિકટ પરિÂસ્થતિ દરમિયાન કાચા ઘરોમાં રહેતા નિઃસહાય બાળકો અને વૃદ્ધો માટે જરુરી દવા, પાણી અને
અન્ય પુરવઠો પણ તેમના દ્વારા પુરો પાડી સ્થાનિક વહીવટી તંત્રને મદદરુપ થવાનો નિર્ણય
કરાયો છે તેમ સંસ્થાના ડાયરેકટર ભાવેશ સુતરીયાએ જણાવ્યુંં છે.