નવી દિલ્હી

માર્ચમાં શરૂ થશે પ્રાથમિક શાળા, બની રહ્યું છે નવું એકેડેમિક કેલેન્ડર

અમદાવાદ,તા.૧૩
પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલ ૧ માર્ચની આસપાસ શરૂ કરવાની વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.
કોરોનાને કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લૉકડાઉન બાદ હવે મોટાભાગે બધું જ અનલૉક થઈ ગયું છે. ૧૧ જાન્યુઆરીથી ૧૧ અને ૧૨ ધોરણની કૉલેજ શરૂ થયા પછી ૮ ફેબ્રુઆરીથી ૯થી ૧૧ ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ પણ શરૂ થઈ ગઈ છે. હવે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલ ૧ માર્ચની આસપાસ શરૂ કરવાની વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ઉનાળાનું વેકેશન પણ ટૂંકાવીને નવું શૈક્ષણિક સત્ર વહેલા શરૂ કરવા માટે પણ નવું એકેડેમિક કેલેન્ડર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.ચૂંટણી પછી થઈ શકે છે ૧થી ૪ ધોરણના વિદ્યાર્થીની એકમ કસોટી
રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતી ચર્ચા પ્રમાણે, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પછી સરકાર ૧થી ૪ ધોરણ અને ૫થી ૭ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે વિચાર કરી રહી છે. એટલું જ નહીં આગામી સત્ર પણ વહેલું શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળાનું વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબું આપવામાં નહીં આવે. જાે કે, આ બાબતે હજી સુધી કોઇપણ ર્નિણય લેવામાં આવ્યો નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button