આણંદ

રાલજમાં દવાખાનું ખોલી પ્રેકટીસ કરતો બોગસ ડોકટર ઝડપાયો

આણંદ, તા. ૧૬
ખંભાત તાલુકાના રાલજ ગામે ગુજરાત મેડીકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશનનું માન્ય પ્રમાણપત્ર મેળવ્યા સિવાય ગેરકાયદેસર રીતે દવાખાનું ખોલી મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને આણંદની એસઓજી પોલીસે ઝડપી પાડી દવાખાનામાંથી દવાઓ, ઈન્જેકશનો, રોકડ, એક મોબાઈલ ફોન સહિત ૧૫૬૫૩ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી બોગસ ડોકટર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર આણંદની એસઓજીના પીએસઆઈ કે. જી. ચૌધરીને બાતમી મળી હતી કે રાલજ ગામમાં ત્રણ બોગસ તબીબો દવાખાનું ખોલી મેડીકલ પ્રેકટીસ કરે છે. જે બાતમીના આધારે એસઓજી પોલીસ અને કલમસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. ભાવિકકુમાર પરમારનાઓએ રાલજ ગામે રામજી મંદિર સામે આવેલા રહેણાંક મકાનમાં ચાલતા દવાખાનાની તપાસ કરતા તેમાં રાજુભાઈ ભગવાનભાઈ રબારી રહે. રાલજ રબારીવાસ પોતે મેડીકલ ડીગ્રી કે પ્રમાણપત્ર નહી ધરાવતો હોવા છતાં દવાખાનું ખોલી લોકોની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું જણાયું હતું. જેથી પોલીસે હોસ્પિટલમાંથી બીપી માપવાનું મશીન, ઓક્સોમીટર, દવાઓ, ઈન્જેકશનો તેમજ ડ્રેસીંગ કરવાના સાધનો મળી આવ્યા હતા. જેથી પોલીસે દવાઓ, ૩૫૦ રુપિયા રોકડા, એક મોબાઈલ ફોન સહિત ૧૫૬૫૩ નો મુદ્દામાલ કબ્જે કરી બોગસ ડોકટર રાજુભાઈ ભગવાનભાઈ રબારી વિરુદ્ધ ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા બનાવમાં રાલજ ગામે રામજી મંદિર સામે કોઈપણ ડીગ્રી વિના હોસ્પિટલ ખોલી મેડીકલ સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અલ્લારખા મુસ્તુફાભાઈ કુરેશી રહે. જહાંગીરપુર ખાટકીવાડ ખંભાત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી તેઓની પાસેથી મેડીકલના સાધનો, દવાઓ, એક મોબાઈલ ફોન મળી કુલ ૧,૨૬,૨૭૭૭ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button