નવી દિલ્હી

દેશમાં ૨૪ રાજ્યોમાં કોરોનાના ૫૦૮ કેસ ઃ મૃત્યુઆંક વધીને ૯

નવી દિલ્હી, તા.૨૩
કોરોના વાયરસના કારણે ભારતમાં પણ કેસો અને મોતનો આંકડો વધી રહ્યો છે. યુદ્ધસ્તર પર તમામ રાજ્યોમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં વધારો ચિંતા ઉપજાવે છે. ભારતમાં હજુ સુધી કોરોના વાયરસના ૫૦૮ કેસો સપાટી પર આવી ચુક્યા છે. જે પૈકી ૪૦ વિદેશી છે. ૩૫ લોકોને સારવાર આપવામાં આવ્યા બાદ હવે રજા આપી દેવામાં આવી છે. બીજી બાજુ નવ લોકોના મોત થયા છે. ભારત સરકાર તરફથી લોકોને કોરોના વાયરસને રોકવા માટે તમામ રીતે જાગૃત કરવામાં આવી રહ્યા છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદાજુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ ચિંતાનુ મોજુ સામાન્ય લોકોમાં જાવા મળી રહ્યુ છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે. કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને નવ પર પહોંચી ગયો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કુલ કોલેજા, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૩ રાજ્યોને સકંજામાં લઇ લીધા છે. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.મુંબઇ સહિત કેટલાક શહેરોમાં શટડાઉનની Âસ્થતી રાખવામાં આવી રહી છે. શટડાઉન કરનાર રાજ્યોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીમાં સંપૂર્ણ શટડાઉનની જાહેરાત થઇ ચુકી છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. તમામ પ્રવાસી સ્થળો બંધ છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે. દેશના ૨૪ રાજ્યો કોરોના વાયરસના સંકજામાં આવી ચુકયા છે. મોટા ભાગના રાજ્યોમાં હવે લોકડાઉનની Âસ્થતી રહેલી છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૨૪ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં ૪૨ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે.વિદેશમાં ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૩૫ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે નવ લોકોના મોત થયા છે. કારણે સૌથી વધારે પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં બે લોકોના મોત પણ થયા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button