આણંદ

દહેવાણ જાકરીયાપુરામાં ઝાડ કાપવા બાબતે ઝઘડો થતા જાનથી મારી નાખવાની ધમકી

આણંદ, તા. ૧૮
દહેવાણ જાકરીયાપુરામાં ખેતરના શેઢા પર આવેલું ઝાડ કાપવા બાબતે ઝઘડો થતા ચાર શખ્સોએ લાફો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ વિરસદ પોલીસ મથકે નોંધાઈ છે.
દહેવાણ ગામે જાકરીયાપુરા વિસ્તારમાં ૧૫ નંબરના કુવા પાસે રહેતા નટુભાઈ નાનસિંગભાઈ પરમારનું સર્વે નં. ૮૦૭ માં એક વીઘુ ખેતર આવેલું છે. આ ખેતરની બાજુમાં શિવાભાઈ ભગવાનભાઈ ગરાસીયાએ જમીન વેચાણ રાખેલી છે. આ જમીનના શેઢા પર આવેલી વાડમાં આવેલું ઝાડ માપણી કરાવતા નટુભાઈ પરમારની હદમાં આવેલ છે. જેથી બે માસ પુર્વે શિવાભાઈએ ત્રીજી વખત માપણી કરાવી વાડ તથા ઝાડ તેમની બાજુ કરાવી દીધા હતા. જેથી તેઓએ આ માપણી મંજુર રાખેલી નહી. ત્યારબાદ શિવાભાઈએ આ વાડમાં આવેલા ઝાડ કાપવા માટે માણસો બોલાવેલા ત્યારે તેઓએ ઝાડ કાપવાની ના પાડી હતી. જેથી શિવાભાઈ અને તેમનો દિકરો શંભુ, અશોકભાઈ અને અશોકની પત્ની ગાળો બોલી શંભુભાઈએ લાફો મારી ઈજાઓ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે નટુભાઈ નાનસિંગ પરમારે વિરસદ પોલીસ મથકે શિવાભાઈ ભગવાનભાઈ ગરાસીયા, શંભુભાઈ શિવાભાઈ ગરાસીયા, અશોકભાઈ શિવાભાઈ ગરાસીયા અને અશોકભાઈની પત્ની સહિત ચાર જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button