આણંદ

આણંદની ગોપાલપુરા પ્રાથમિક શાળાના ૨૦૦ બાળકો મેળવી રહ્યા છે ગમ્મત સાથે જ્ઞાન

આણંદ, તા. ૩૦
ગ્રામ્ય શાળાના એક મહિલા આચાર્યને જ્યારે ખબર પડી કે કોરોનાના કારણે શાળાઓ થોડા સમય માટે બંધ થવા પામનાર છે તો તરત જ તેઓએ પોતાની કોઠાસુઝથી સોશિયલ મીડિયાનો સુયોગ્ય ઉપયોગ કરીને વોટ્‌સગ્રુપ બનાવ્યુ .જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને એડ કર્યા અને ત્યાંથી શરૂ થઇ બાળકોને ડીજીટલ શિક્ષણ આપવાની મુસાફરી. કોરોનાના સંક્રમણને રોકવા અને તેના દ્વારા ફેલાયેલી મહામારી સામે લડત આપવા જ્યારે સમગ્ર ભારતમાં જ્યારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્તમાન મહામારીના કારણે દેશનું ઉજ્જવળ ભવિષ્ય એવા બાળકોને શાળાએ જવાને બદલે ઘરે રહેવાની ફરજ પડી છે ત્યારે આણંદ જિલ્લાના વડોદ ક્લસ્ટરની ગોપાલપુરા પ્રાથમિક શાળાના આચાર્યાએ બાળકોને ઘેર બેઠા ડિજીટલી પ્રશિક્ષીત કરવાનું બીંડુ ઉપાડ્‌યુ છે. ગોપાલપુરા પ્રાથમિક શાળાના ૨૦૦ જેટલા વિધાર્થીઓના માતા-પિતાનું સહિયારી વોટ્‌સગ્રુપ બનાવીને તેમાં શિક્ષણને લગતી વિવિધ પોસ્ટ મુકવામાં આવે છે. આ વોટ્‌સઅપગ્રુપમાં ગોપાલપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બનાવવામાં આવતા વિડીયો લેક્ચર, યુ-ટ્યુબનો ઉપયોગ કરીને વિડીયો લેક્ચર, તેમજ જ્ઞાન સાથે ગમ્મતની રમતો અને શિક્ષણને લગતી અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આ વોટ્‌સગ્રુપ દ્વારા મળતા શિક્ષણના કારણે બાળકો ક્યાંય પણ શિક્ષણથી વિખુટા પડ્‌યા નથી. અને સમગ્ર દેશ જ્યારે કોરોના સામે જંગ લડી રહ્યુ છે ત્યારે ગોપાલપુરા પ્રાથમિક શાળાના આ બાળકો પણ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે ઘેર બેઠા પ્રશિક્ષિત થઇ રહ્યા છે. આણંદ જિલ્લામાં ગોપાલપુરા પ્રાથમિક શાળાની જેમ જ વિવિધ તાલુકામાં તેમજ શહેરમાં આવેલી શાળાઓમાં પણ આ પ્રયોગને હાથ ધરીને વિવિધ વોટ્‌સગ્રુપ બનાવવામાં આવ્યા છે.અને આ વોટ્‌સગ્રુપમાં નિયમિત પણે શૈક્ષણિક પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button