નવી દિલ્હી

કોરોનાથી મોતનો આંકડો વધીને હવે ૩૩૯૮૨ થયો

નવી દિલ્હી, તા. ૩૦
કોરોના વાયરસના કારણે દુનિયા દેશો જારદાર રીતે ચિંતાતુર બનેલા છે. કોરોના વાયરસના કારણે મોતનો આંકડો અને કેસોની સંખ્યા દુનિયાના દેશોમાં ઝડપથી વધી રહી છે. કેસોની સંખ્યા એકબાજજુ વધીને દુનિયાના દેશોમાં સાત લાખ કરતા વધારે થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૩૪ હજારની નજીક પહોંચી ગયો છે. આ આંકડો હજુ ખુબ વધી શકે છે. કારણ કે અસરગ્રસ્ત તમામ લોકો પૈકી ૨૬ હજારથી વધારે લોકો ગંભીર છે. જેથી આંકડો ચિંતાજનક રીતે વધનાર છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. ફ્રાન્સમાં પણ આંકડો ૪૦ હજારથી ઉપર છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં Âસ્થતી ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ઇટાલી, ઇરાન, અમેરિકા સહિતના દેશોમાં મોતનો આંકડો અતિઝડપથી વધી રહ્યો છે. તમામ જગ્યા પર કોરોના વાયરસ બેકાબૂ છે. Âસ્થતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. તમામ દેશોમાં કેસો અને મોતનો આંકડો જે ગતિથી હજુ પણ વધી રહ્યો છે તે જાતા Âસ્થતી હજુ એકબે મહિના સુધી કાબુમાં નહીં આવે તેવા સંકેત મળી રહ્યા છે. કોરોના હજુ વધુને વધુ ખતરનાક સ્વરૂપમાં છે. આ કિલર કોરોનાના સકંજામાં એક પછી એક દેશો આવી રહ્યા છે.રક્વર થયેલા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. જે સારા સંકેત સમાન છે. ભારત સહિત દુનિયાના દેશોમાં હાલ લોકડાઉનની Âસ્થતી રહેલી છે. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. કોરોના વાયરસનો આ આંકડો દરિયામાં પાણીની એક બુંદ સમાન છે. કારણ કે વાયરસના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં ખુબ વધારે છે. કેટલાક દેશોમાં તો હવે માત્ર એવા જ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમને હોÂસ્પટલમાં સારવાર આપવાની જરૂર છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. Âસ્થતી ચીનમાં સુધરી રહી છે. દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.યુરોપ અને અન્ય દેશોમાં કેસોની સંખ્યા વધારે ઝડપથી વધી રહી છે. હજારોની સંખ્યામાં દર્દી દરેક દેશોમાં હજુ ગંભીર હાલતમાં છે. આવી Âસ્થતીમાં કોરોના વાયરસ હજુ હાહાકાર જારી રાખે તેવી શક્યતા છે. કોરોના વાયરસનો શિકાર થયા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button