આણંદ

ઉમરેઠના આશીપુરામાં ચૂંટણી ટાણે આચારસંહિતા ભંગ કર્યાનો આક્ષેપ

આણંદ, તા. ૨૬
ઉમરેઠ તાલુકામાં હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો પ્રચારપસાર પૂર્‌ જાેશમાં ચાલી રહ્યો છે ત્યારે તાલુકાના આશીપુરા ગામે કોંગ્રેસ એક નેતા દ્વારા બ્લોંક પેવીંગના કામ માટે મોટા જથ્થો ઉતારીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ દિપાવલીબેને ઉપાધ્યાએ લેખિત રજૂઆત નોડલ અધિકારીને કરીને આચારસહિતાનો ભંગ થયો હોવાથી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ચૂંટણી ટાંણે ઉમેરઠ તાલુકાના આશીપુરા ગામે કોંગ્રેસના એક નેતા દ્વારા ૪ ટ્રેકટર બ્લોક ઉતારવામાં આવ્યા છે. આમ ચૂંટણી ટાંણે જિલ્લા પંચાયતની બેઠક પર પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે ગ્રામજનો બ્લોકપેવીંગના કામની લાલચ આપવામાં આવી છે. આમ ચૂંટણી આડે માત્ર ગણતરીના કલાકો બાકી છે. ત્યારે બ્લોક ઉતારીને ચૂંટણીના નિયમોનો સરેઆમ ભંગ કર્યો છે.
જે બાબતે આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિપાવલીબેન ઉપાધ્યાયે નોડલ અધિકારી સહિત જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆત કરીને ચૂંટણીના આચારસહિંતાના નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button