બેન્કોનું ૮૪ અબજ ડોલરનું કરજ ફસાયું

નવી દીલ્હી,તા.૩
દેશમાં વારંવાર વાવાઝોડા આવે છે અથવા તો દુષ્કાળ પડ્યા કરે છે અને વધુ પડતા વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર આવે છે અને આ બધી કુદરતી આપત્તિઓને લીધે ફક્ત ધંધા-ઉદ્યોગ કે આમ જનતાને જ તકલીફ પડે છે તેવું નથી બલ્કે બેન્કોેના અબજાે રૂપિયાના કરજ ફસાઈ ગયા છે.
દેશમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓના કુલ રૂપિયા ૮૪ અબજ ડોલર આવા કરજ તરીકે જાેખમ માં આવી ગયા છે. પર્યાવરણ અને મોસમ પર આધારિત દેશના મોટાભાગના ધંધા ઉદ્યોગો ધરાવતા લોકોએ તેમજ ખેડૂતોએ જે મોટી લોન લીધી છે તેને ભરી શકવામાં તેઓ અસમર્થ પુરવાર થઇ રહ્યા છે અને આ બધા કુદરતી આપત્તિઓ નું બહાનું આગળ ધરી રહ્યા છે.
ખાસ કરીને દેશમાં સિમેન્ટ ઉત્પાદકો કોલસા ઉત્પાદકો ઓઇલ અને પાવર ક્ષેત્રના મોટા બિઝનેસમેન તેમજ ખેડૂતો અને અન્ય પયર્વિરણ તેમજ મૌસમ આધારિત બિઝનેસ ધરાવતા લોકોએ બેંકોમાં અરજીઓ કરી ને કુદરતી આપત્તિઓને લીધે લોન ભરી શકાતી નથી તેવા કારણો દર્શાવ્યા છે અને બેંકો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ભારે મોટી મુસીબતમાં સપડાઈ ગઈ છે.
દેશની મોટાભાગની બેંકો એ પોતાના વાર્ષિક અહેવાલ રજૂ કર્યા છે અને તેમાં ફસાયેલા કરજની વિગતો પૂરી પાડવામાં આવી છે અને શા માટે કરજ ફસાયેલું છે તેના કારણો પણ દશર્વિવામાં આવ્યા છે. અહેવાલોમાં એવો ઉલ્લેખ છે કે વારંવાર દેશમાં ક્યાંક ને ક્યાંક દુષ્કાળ હોય છે અથવા તો પુર આવતા હોય છે અથવા વાવાઝોડું ફૂંકાય છે અને આવી મોસમ ની ચરમસીમા ને કારણે બિઝનેસમેનો અને નાના-મોટા ધંધાર્થીઓ તેમજ ખેડૂતો ને જંગી નુકસાનીનો સામનો કરવો પડે છે અને પાઘડીનો વળ છેડે આવે તેમ તેઓ બેંકોના કરજ ભરી શકતા નથી.