આણંદ

બોરસદની બેંક ઓફ બરોડામાં ગ્રાહકો માટે સુવિધાઓનો અભાવ, લોકોમાં રોષ

આણંદ, તા. ૩
બોરસદ શહેરની બેંક ઓફ બરોડામાં સીનીયર સીટીઝનો અને મહિલાઓ માટે અલગ લાઈનની વ્યવસ્થા નહી હોઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા નહી હોવાના કારણે ગ્રાહકોને દોઢથી બે કલાક ઉભું રહેવું પડે છે. જ્યારે તેઓને યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી.જેને લઈને ગ્રાહકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવનાર હોવાનંું જાણવા મળેલ છે. મળતી વિગતો અનુસાર બોરસદ શહેરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં હાલમાં કોરોના વાયરસની ગાઈડલાઈનને લઈને ટોકન પ્રમાણે ગ્રાહકોને બેંકમાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે ટોકન લીધા બાદ ગ્રાહકોને બેંકની બહાર બેસાડવામાં આવે છે પરંતુ ગ્રાહકોની સંખ્યા મુજબ બેસવાની વ્યવસ્થા નહી હોવાના કારણે તેમજ સીનીયર સીટીઝનો અને મહિલાઓને અલગથી ટોકન આપવામાં આવતા નથી. જેને લઈને સીનીયર સીટીઝનો અને મહિલાઓને દોઢથી બે કલાક સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. તેમજ માત્ર પાંચથી છ લોકો બેસી શકે તેટલી જ બેઠક વ્યવસ્થા હોવાને કારણે સીનીયર સીટીઝનો અને મહિલાઓને ખડેપગે ઉભા રહેવું પડે છે. તેમજ તેઓ માટે બેંકની બહાર પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ હાલમાં ગરમી શરુ થઈ ગઈ છે ત્યારે ગ્રાહકો માટે બેંકની બહાર બેઠક વ્યવસ્થા પર પંખો પણ નથી જેને લઈ સીનીયર સીટીઝનોને ગરમીમાં સેકાવું પડે છે. જેને લઈને લોકોમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે બેંકના મેનેજરને રજુઆત કરવામાં આવે તો તેઓ દ્વારા પણ સીનીયર સીટીઝનોને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. જ્યારે આ અંગે ગ્રાહકો રજુઆત કરે તો મેનેજર પોતાના માનીતા ગ્રાહકોને બોલાવી પોતાની તરફેણમાં રજુઆતો કરાવે છે જેને લઈને હાલાકીનો ભોગ બની રહેલા સીનીયર સીટીઝનો અને મહિલાઓ તથા ગ્રાહકોની રજુઆતો ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાંભળવામાં આવતી નહી હોવાનો આક્રોશ સીનીયર સીટીઝનોમાં પ્રવર્તી રહ્યો છે. ત્યારે આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીનીયર સીટીઝન અને મહિલાઓને બેસવા માટેની યોગ્ય સુવિધા ઉભી કરવામાં આવે તેમજ પીવાના પાણી અને પંખાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી જાેવા મળી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button