આણંદમાં સાંસદ અને જીલ્લા ભાજપ પ્રમુખે કોરોના વેકસીન મુકાવી

આણંદ, તા. ૪
આણંદ જીલ્લામાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને ૪૫ થી વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોના કોરોના વેકસીનનો પ્રારંભ થતા આજે આણંદના સાંસદ મીતેશભાઈ પટેલ અને જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે કોરોના વેકસીન મુકાવી હતી. જ્યારે કલેકટર આર. જી. ગોહીલે બીજા તબક્કાની મુકાવી હતી.
આણંદ શહેરની જનરલ હોસ્પિટલ ખાતે આજે બપોરે બાર કલાકે સાંસદ મીતેશભાઈ પટેલ અને જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે કોરોના વેકસીન મુકાવી હતી. જ્યારે કલેકટર આર. જી. ગોહીલે બીજા તબક્કાની કોરોના વેકસીન મુકાવી
હતી. રસી મુકનાર હોસ્પિટલના સ્ટાફે રસી મુક્યા બાદ સાંસદ મીતેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ અને કલેકટર આર. જી. ગોહીલને ૪૫ મીનીટ સુધી ઓબ્ઝર્વરમાં રાખવામાં આવ્યા હતા. અને તેઓને આ રસી અંગેની અને રસી મુક્યા બાદ થનારી સામાન્ય અશરો અંગે સમજ આપી હતી. રસી મુકાવ્યા બાદ સાંસદ મીતેશભાઈ પટેલે સૌને કોરોના વેકસીન અંગે કોઈપણ ભય રાખ્યા વિના કે ખોટી અફવાઓમાં આવ્યા વિના કોરોના વેકસીન મુકાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, પાલિકાના કાઉન્સીલર અને પુર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડા, મહામંત્રી નીરવ અમીન, મયુર સુથાર સહિત ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.