આણંદ

વલ્લભ વિદ્યાનગરમાં સ. પ. યુનિવર્સિટીના બીઝનેસ સ્ટડીઝ વિભાગમાં સીગ્નેચર ડે ની ઉજવણી

આણંદ, તા. ૫
વિવિધ શાળા-કોલેજાેમાં વિદ્યાર્થીઓ ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન વિવિધ ડે ની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વખતે દિવાળી બાદ શાળા-કોલેજાે શરુ થતા ફેબ્રુઆરીના અંતથી માર્ચ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન વિવિધ ડેની ઉજવણીનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના બીઝનેસ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા સીગ્નેચર ડે ની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીના બીઝનેસ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સફેદ ટીશર્ટ અને સફેદ ટોપ પહેરી કોલેજમાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ એકબીજાના ટીશર્ટ અને ટોપ પર માર્કરથી પોતાની સીગ્નેચર કરી તેમજ સ્લોગન લખી સીગ્નેચર ડે ની ઉજવણી કરી હતી. કોલેજમાં અભ્યાસ પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ માટે પોતાના મિત્રોના મીઠી યાદ આ ટીશર્ટ કે ટોપમાં સીગ્નેચર રુપે સચવાયેલી હોય છે. અને જેથી તેઓ આ ટીશર્ટ કે ટોપને સાચવી રાખી વર્ષો બાદ પણ પોતાના કોલેજના દિવસો અને મિત્રોને યાદ કરતા હોય છે. તેને લઈને કોલેજના વિદ્યાર્થીઓ માટે સીગ્નેચર ડે એક મીઠી યાદ તરીકે રહેતી હોય છે. આજે વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં આ ડે ની ઉજવણી કરી મિત્રોના ટોપ અને ટીશર્ટ પર સીગ્નેચર કરી હતી તેમજ યાદગાર સ્લોગન લખ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button